'હું તને પૈસા આપું, તું ઝેર પીને મરી જા, જો તું ઝેર પી ન શકતો હોય તો હું...', વ્યાજખોરના ત્રાસથી વેપારીએ જીવન ટૂંકાવ્યું!

અમદાવાદના ઘાટલોડિયામાં વેપારીએ આત્મહત્યા કરી તે દિવસે સવારે વ્યાજખોર વેપારીના ઘરે ગયો હતો. તેણે ધમકી આપી હતી કે, 'હું પૈસા આપું છું, તું ઝેર પીને મરી જા.' ત્યારબાદ વેપારીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.
 

'હું તને પૈસા આપું, તું ઝેર પીને મરી જા, જો તું ઝેર પી ન શકતો હોય તો હું...', વ્યાજખોરના ત્રાસથી વેપારીએ જીવન ટૂંકાવ્યું!

ઉદય રંજન/અમદાવાદ: કહેવાય છે કે વ્યાજને ઘોડા પણ ના આંબી શકે ત્યારે આવી જ ઘટના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી છે. વ્યાજખોરના ત્રાસથી એક વેપારીએ ઝેરી દવા પીયને આત્મહત્યા કરી લેતા ઘાટલોડિયા પોલીસે વ્યાજખોર સામે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 

ગઈ તારીખ 27 9 2024 ના રોજ પોતાના ઘર ભાવિન સોસાયટીમાં બપોર ના સમયે ઝેરી દવા પીયને આત્મહત્યા કરી લેતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ વધુ સારવાર માટે ગઇ તારીખ 7-10-2024ના રોજ એસવીપી હૉસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 25 10 2024ના દિવસ સુધી સારવાર ચાલી અને મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન પરિવારના સભ્યને મૃતક અતુલભાઈ ભટ્ટની લખેલી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં અતુલભાઈ ભટ્ટે પોતાની સોસાયટીમાં રહેતા જીભાઈ વાઘજી રબારી પાસેથી 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાના સહિતના ત્રાસનો ઉલેખ કર્યો હતો, જે આધારે ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી હતી. 

વધુ એક વખત અમદાવાદ માં વ્યાજખોર ના રક્ષેશે જીવ લેતા ઘાટલોડીયા પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણા ની ફરિયાદ નોંધી તપાસ કરતા સામે આવ્યું હતું કે જે દિવસ મૃતક અતુલ ભાઈ ભટ્ટે આત્મહત્યા કરી એ દિવસ વ્યાજખોર જીભાઇ વાઘજી દેસાઈ મૃતક ના ઘરે આવ્યો હતો પૈસા ની ઉઘરાણી કરી હતી. 

મૃતક અતુલભાઈ ભટ્ટને કહ્યું હતું કે, હું તને રૂપિયા આપું તું ઝેર પીયને મરી જા જો ઝેર ના પીય શકે તો હું તારું ખૂન કરી જેલ ભોગવવા તૈયાર છું હું સાંજે પૈસા લેવા આવું છું રૃપિયા તૈયાર રાખ જે અને જો ઝેર પીય ને મરી જઈશ તો પણ આ ઘર તો મારું જ છે ત્યાર બાદ મૃતક અતુલ ભાઈ ભટ્ટ આઘાત માં સારી પડ્યા હતા અને આત્મહત્યા કરી લેતા મોત નીપજ્યું હતું. 

ઘાટલોડીયા પોલીસે જીભાઇ વાઘજી રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા ની ફરિયાદ નોંધી ને સ્યુસાઈડ નોટને એફએસએલમાં મોકલી આરોપી વિરુદ્ધના પુરાવા એકત્ર કરવાનું કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આરોપી પોલીસ ગીરફત માં ક્યારે આવે છે એ જોવું રહ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news