Upcoming Cars: ઉતાવળ ના કરતા નહીંતર પસ્તાશો... લોન્ચ થવા માટે તૈયાર છે 5 કાર

Mon, 10 Jun 2024-1:17 pm,

કિઆ મોટર્સ (Kia Motors) ની વધુ એક ઈલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે. આ કાર વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ છે અને હવે તેને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ 7-સીટર ઇલેક્ટ્રિક કાર હશે, જે સિંગલ ચાર્જ પર 541 કિમી સુધીની રેન્જ આપી શકે છે.  

પ્રોડક્શન રેડી 5-ડોર થાર (Mahindra Thar 5 Door) વર્જનનું નામ મહિંદ્રા થાર આર્મડા રાખવામાં આવી શકે છે. આ લાઇફસ્ટાઇલ ઓફ રોડ એસયૂવી 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે. ત્યારબાદ તેને બજારમાં લોન્ચ કરવામાં આવશે. મોડલ લાઇનઅપ ત્રણ વેરિએન્ટમાં આવવાની સંભાવના છે. જેમાં સ્કોર્પિયો એન (Scorpio N) ના 2.2L ડીઝલ અને 2.0L ટર્બો પેટ્રોલ એન્જિન સામેલ હશે. તેમાં 2WD અને 4WD બંને ગિયરબોક્સ આપવામાં આવશે.

હ્યુન્ડઈ મોટર ઈન્ડિયા લિમિટેડ આ વર્ષે પોતાની 7 સીટર એસયુવી અલ્કઝારના અપડેટેડ મોડલ લાવવાની તૈયારીમાં છે, જેમાં સારા ફીચર્સની સાથે ઘણું ખાસ મળશે. Creta EV પછી કંપની તેની પાવરફુલ SUV Alcazar નું ફેસલિફ્ટ લાવવાની પણ તૈયારી કરી રહી છે. જો કે આ કારના લોન્ચિંગને લઈને કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ કાર પણ આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

તાજેતરમાં હ્યુન્ડાઇએ Cretaનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું અને તે પછી કંપની આ કારના ઇલેક્ટ્રિક વાહન વર્ઝન પર ફોકસ કરી રહી છે. આગામી સમયમાં Hyundai Motor India Cretaનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરી શકે છે.

ટાટા મોટર્સ આ વર્ષે પોતાની કૂપે કારને લોન્ચ કરી શકે છે. કંપનીએ આ કારને આ વર્ષ ઓટો એક્સપો 2024 માં શોકેસ કરી હતી. હવે આ કાર લોન્ચ થવાની રાહ જોવાઇ રહી છે. આ કારમાં 1.2 લીટરનું ટર્બો એન્જીન મળી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link