PICS: મોંઘીદાટ દવાઓના બદલે ખેતીમાં છાશનો આ રીતે કરો ઉપયોગ, અઢળક ફાયદા જાણીને દંગ રહી જશો
કેટલી ખાસ પદ્ધતિથી છાશનો જંતુનાશક તરીકે ઉપયોગ કરી શકાય છે.જેમાં લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને છંટકાવ કરવામાં આવે તો 30 જેટલા પાકમાં સારી અસર જોવા મળે છે.છાશના છંટકાવથી લગભગ પાકમાં થતા 20 જાતના રોગને દૂર કરી શકાય છે.જેમાં ખેડૂતોને નહીંવત ખર્ચ લાગે છે.છાશમાં ઉછેરેલા લેક્ટોપસ બેક્ટેરીયા બીજા બેક્ટેરિયા અને ફૂગના બેક્ટેરિયાને મારી નાંખે છે.

છાશને કીટનાશ બનાવવા પણ ખાસ પદ્ધતિ હોય છે.જેમાં એક માટલામાં ભરીને છાશને વૃક્ષ નીચે અથવા છાણિયા ખાતરના ઢગલામાં તેને મુકવામાં આવે છે.માટલાને આવી 15થી 25 દિવસ સુધી રાખવાથી છાશ કીટનાશક બની જાય છે.આ કીટનાશકને 250થી 500 મિલી પંપમાં નાંખી પાકમાં છંટકાવ કરવાથી અનેક જાતની બેક્ટેરિયાથી ફેલાતા રોગ અટકાવી શકાય છે.ઈયળના નિયંત્રણ માટે પણ કીટનાશક છાશનો ઉપયોગ કરી શકાય છે.
મગફળીના થડમાં થતાં સડા પર નિયંત્રણ મેળવવા પાણીની સાથે છાશ આપી શકાય છે.જો મગફળીમાં ફૂગ અને મુંડાનો રોગ હોય તો લીંબોળીના તેલની સાથે છાપનો ઉપયોગ કરી શકાય છે.છાશમાં લીંબોળીનું તેલ મિક્સ કરીને ચૂસિયાના રોગનો પણ નાશ કરી શકાય છે.પરંતુ છાશનો છંટકાવ કરવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો પાક પર પ્રાઈકોડર દવા છાંટી હોય તો તેના પર છાશનો છંટકાવ ન કરવો જોઈએ.
છાશના યોગ્ય ઉપયોગથી તુવેરના પાકમાં જોવા મળતો સુકારો નિયંત્રણમાં આવી શકે છે.તુવેરમાં સુકારાના રોગના નિયંત્રણ માટે સારી રીતે કોહવાયેલ છાણિયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાઇકોડર્મા હરજીએનમને એક લીટર છાશ દીઠ 200 ગ્રામનું મિશ્રણ કરો.અને તેનો તુવેરના પાક પર છંટકાવ કરવાથી સુકારાને નિયંત્રણમાં લાવી શકાય છે.