જામા મસ્જિદના સર્વે દરમિયાન સળગ્યું સંભલ; પથ્થરમારો અને ગોળીબારમાં ત્રણના મોત, પોલીસકર્મીઓ ઘાયલ
સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા ઉર રહેમાન બર્કે આ ઘટના સામે વાંધો ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના 1991ના આદેશનો હવાલો આપ્યો હતો, જેમાં ધાર્મિક સ્થળોની સ્થિતિ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
પોલીસ અને પ્રશાસને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો દાવો કર્યો છે. ડીજીપીએ કહ્યું કે, અસામાજિક તત્વોની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ વિવાદ જામા મસ્જિદના સર્વેને લઈને થયો હતો. સ્થાનિક કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલા મસ્જિદની જગ્યાએ હરિહર મંદિર હતું.
હિંસાને લઈ લગભગ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. આમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેઓ પથ્થરમારામાં સામેલ હતા.
પોલીસે હિંસક ટોળાને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો. ડ્રોન અને સીસીટીવી ફૂટેજની મદદથી પ્રદર્શનકારીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
પ્રદર્શનકારીઓએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી મોટરસાયકલોને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને નજીકની મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું.
આ હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષકના જનસંપર્ક અધિકારીના પગમાં ગોળી વાગી હતી અને નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટનો પગ ભાંગી ગયો હતો.
હિંસા દરમિયાન ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોની ઓળખ નઈમ, બિલાલ અને નોમાન તરીકે થઈ છે, જેમની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હતી.
પથ્થરમારો દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે માહોલ વધુ તણાવપૂર્ણ બની ગયો હતો.
જામા મસ્જિદના સર્વેનો વિરોધ કરી રહેલા લોકોએ અચાનક હિંસક પ્રદર્શન શરૂ કરી દીધું હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.