Uttarkashi Tunnel: કેવી છે સુરંગની અંદર બનેલી મિની હોસ્પિટલ, જુઓ તસવીરો
કામદારોને તે મીની હોસ્પિટલમાંથી બહાર કાઢ્યા બાદ અહીં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ઈમરજન્સી માટે 8 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં તબીબો અને નિષ્ણાતોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
આ સાથે સુરંગની અંદર કેટલાક ગાદલા અને સ્ટ્રેચર પણ મોકલવામાં આવ્યા છે. આ સિવાય સુરંગની બહાર 41 એમ્બ્યુલન્સ ઉભી છે. ચિન્યાલીસૌરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 41 બેડનો વિશેષ વોર્ડ બનાવવામાં આવ્યો છે.
ટનલમાં બનેલી મીની અસ્થાયી હોસ્પિટલમાં આવશ્યક દવાઓ, ઓક્સિજન સિલિન્ડર જેવી ઇમરજન્સી વસ્તુઓ પણ ઉપલબ્ધ છે. ડોક્ટરોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. તેમજ જરૂર પડશે તો કામદારોને અન્ય કોઈ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
બીઆરઓએ કામદારોને ટનલમાંથી હોસ્પિટલ સુધી લઈ જવા માટે રસ્તાની વ્યવસ્થા કરી છે જેથી કામદારોને હોસ્પિટલ લઈ જવામાં કોઈ મુશ્કેલી ન પડે.
ટનલની અંદરથી એક પછી એક કામદારોને બહાર કાઢવામાં આવશે. ત્યાર બાદ તેનું મેડિકલ કરવામાં આવશે. તેની સમગ્ર વ્યવસ્થા સ્થળ પર જ કરવામાં આવી છે.