Vadodara: મહિલા દિન પહેલાં યુવતિઓએ માણી મહેફિલ, હાઇ પ્રોફાઇલ Liquor Party માણતાં 10 નબીરા ઝડપાયા

Sun, 07 Mar 2021-2:48 pm,

રવિ અગ્રવાલ, વડોદરાઃ આવતીકાલે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે. આવતીકાલે દેશભરમાં જોરશોરથી ઉજવણી કરવામાં આવશે. મહિલાઓના સન્માન અને મહિલાઓ પર થતા અત્યાચારને લઇને રૂપાળી વાતો કરવામાં આવશે. ત્યારે આજની આધુનિક નારીઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને દરેક કામ કરી રહી છે. તેનું તાજું ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા ખાતે મહિલા દિનના પૂર્વે હાઇ પ્રોફાઇલ દારૂની મહેફિલ યોજાઇ હતી. જેમાં 13 યુવતિ અને 10 યુવકોને પકડી પાડ્યા હતા. શહેરના ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસ નિમિતે આ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહેફિલમાં શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજ કુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીન હાજર હતા. 

મહેફિલ માણી રહેલા 10 યુવકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો અને 5 કાર તથા 1 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે પોલીસના જણાવ્યા અનુસાર મહેફિલમાં જોડાયેલી 10 યુવતિઓના બ્લડ સેમ્પલ લીધા છે. અત્યારે 13 યુવતીઓ સામે પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને ત્યારબાદ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ યુવતીઓ સામે ગુનો દાખલ કરશે.

અત્રે નોંધવું જરૂરી છે કે આવતીકાલે મહિલા દિન છે અને આજની મોર્ડન યુવતિઓ આ પ્રકારે મહેફિલો માણતાં ઝડપાય છે ત્યારે તો આ મહિલાઓ સમાજને શું સંદેશો આપશે. આજના યુવાપેઢી નશા રવાડે ચઢી ગઇ છે . ત્યારે એટલું જ કહી શકાય કે ખરેખર આજની નારી પુરૂષ સમોવડી બની ગઇ છે. 

1. કેયા શાહ 2. સાનિયા સમીર ખેરા  3. લાવણ્યા તલાટી  4. આશના શાહ 5. સોમ્યા સંજીવ ભારમ્ભે  6. રેહાના આહુજા  7. પ્રીત ચોકસી  8. નિહારિકા શાહ  9. ઋતિકા ગુપ્તા  10. આયુષી શાહ  11. શોભા દવે  12. આકાંક્ષા રાવ  13. ત્રિશા પટેલ

(૧) રાજ હીતેશભાઇ ૫ગ (પંજાબી) ઉ.વ -૨૨ રહે. ગ્રીનવુડ પ્લોટ નં -૫, ન્યુઅલ્કાપુરી ગોત્રી વડોદરા શહેર (૨) શાલીન વિશાલભાઇ શર્મા ઉ.વ-૨ ૧ ૨હે - ડી-૫૦૧ સ્પ્રીંગ રીટ્રીટ વાસાણા, ભાથની રૌડ વડોદરા શહેર (3 ) માલવેગ કેતન ભાઇ પ્રજાપતી ઉ.વ-૨૨ રહે. ૨0૧, ૨૦૨ વ્રજનંદન ફ્લેટ કલ્પવૃક્ષ કોમપ્લેક્ષ પાછળ ગૌત્રી વડોદરા શહેર (4) વત્સલ્યા પંકજભાઇ શાહ ઉં,વ- ૨ ૨- અંતરીક્ષ એલીગંજ વાસાણા રોડ ઉરવ હોસ્પીટલની સામે વડોદરા શહેર (૫) રોહીન વિષ્ણુભાઇ પટેલ ઉ.વ-૨૧ રહે- એ/ ૨૦ ભવાનીપુરા સોસાયટી, નિજામપુરા વડોદરા શહેર (૬) ધ્રુવીલ કેતનભાઇ પરમાર ઉ.વ-૨૧ એ/૧૦૨ સાકેત એપાર્ટમેંટ વોર્ડન -૬ ની પાછુળ જુના પાદરા રોડ વડોદરા  (૭) આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમારઉ.વ.૨૧ રહે-૧૧ નિર્મળનગર સોસાયટી સામે અકોટા સ્ટેશન વડોદરા શહેર (૮) વજ્રકુમાર સચીન શેઠ ઉ.વ ૨૨ રહે-૪૧ શ્રી નગર સોસાયટી અકોટા વડોદરા શહેર (૯) મારૂફ સાદિક કાદરી  ઉ.વ.૨૧ રહે-૩૪ આંગન બંગ્લોઝ તાંદલજા જે પી રોડ વડોદરા શહેર (૧૦) વરૂણ ગૌતમભાઇ અમીન  ઉં, વ-૨૨ રહે- ૫૩ સેવાશ્રમ સોસાયટી વાસણા રોડ વડોદરા શહેર  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link