મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળ

Thu, 23 May 2024-11:57 am,

કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણના કારણે કેરીનો પાક ઓછો આવી રહ્યો છે ત્યારે જે  કેરીનો પાક આવી રહ્યો છે, એને બચાવવા માટે ખેડૂતો વિવિધ રીતે કેરીને  પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અનેક પ્રકારની દવાઓ અને સાથે માવજત પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં 36 હજાર હેક્ટરમાં જમીનમાં આંબાવાડીઓ  આવેલી છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં બે થી અઢી લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે. જોકે છેલ્લા પાંચ વર્ષ થી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં બદલાતા વાતાવરણના કારણે વ્યાપક નુકસાન થતાં  ખેડૂતોએ નુકશાની વેઠવાનો વાળો આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી બદલાતા વાતાવરણ, ગ્લોબલ વોર્મિંગ વાતાવરણની અનિશ્ચિતતા, વાદળછાયુ વાતાવરણ અને અવારનવાર થતાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતું આવ્યું છે.    

એવા સમયે વલસાડ જિલ્લાના વલસાડ જિલ્લામાં ખેડૂતો દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેથી આ વર્ષે આ ખેડૂતો કેરીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનથી બચી શક્યા છે. ખેડૂતો દ્રારા આંબા પર ફ્લાવરિંગના સમય બાદ કેરી જ્યારે લીંબુના આકારની થાય છે, ત્યારે જ આ અનોખી પેપર બેગ કેરીના ફળ ઉપર લગાવી દેવામાં આવે છે. આ પેપર બેગના ઉપયોગથી કેરીના પાકને ઠંડી-ગરમી, વાદળછાયુ વાતાવરણ કમોસમી વરસાદ કે ચિકટો સહિત કેરીના પાકમાં થતા અન્ય રોગ અને  નુકસાનથી પણ કેરીને રક્ષણ આપે છે.

વધુમાં વાત કરીએ તો, આ પેપર બેગથી કેરીના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થાય છે. અને  પરિણામે પેપર બેગથી સુરક્ષિત કેરીનો ભાવ પણ વધુ મળે છે. પ્રગતિશીલ ખેડૂત આ નવતર પ્રયોગને કારણે સૌથી વધુ નુકસાનકારક પુરવાર થતા વાતાવરણની અનિશ્ચિતતા, કમોસમી વરસાદ વધારે પડતી ઠંડી કે ગરમીને કારણે કેરીના પાકને થતા નુકસાનથી તેઓ બચી શક્યા છે. પોતે પણ કેરી નો મબલક પાક લેવા પેપર બેગનો ઉપયોગ કરી કેરીનો મબલક પાક મેળવી રહ્યાં છે.

વૃક્ષ પરથી પાક ઉતારતા પહેલાં પેપરબેગ ચઢાવીને સારી ગુણવત્તાવાળી કેરી મેળવી શકાય છે. આંબાની વૈજ્ઞાનિક ખેતીમાં હવે એક નવો અભિગમ ઉમેરાયો છે. આંબા પરથી કેરી ઉતારતા પહેલા કેરી ઉપર પેપર બેગથી ચઢાવી તેની ગુણવત્તા સુધારવાની ભલામણ કરવામાં આવી છે. આ બાબતે વધુ માહિતી આપતા કૃષિ તજજ્ઞોનું કહેવું છે કે, કેરી ઉતારવાના ૪૦થી ૪૫ દિવસ અગાઉ (કેરીમાં ગોટલો બેસે ત્યારે) પેપર બેગ ચઢાવ્યા બાદ કોથળીનું મોઢું રબરબેન્ડ, સ્ટેપલરપીન અથવા દોરી વડે બંધ કરી દેવું. ફળ ઉપર પેપરબેગ ચઢાવવાથી સૂર્યના કિરણો તેમજ રોગ-જીવાત (ફળમાખી) તથા પક્ષીઓ દ્વારા ફળને થતા નુકસાનથી બચાવી શકાય છે.   

એક્સપર્ટસ વધુમાં જણાવે છે કે, આફુસ કેરીમાં સ્પોન્ઝી ટશિ્યુની વિકૃત્તિ વધુ જોવા મળે છે જે પેપર બેગ ચઢાવવાથી આ વિકૃત્તિને ઓછી કરવામાં મદદ મળે છે. પેપર બેગ ચઢાવવાથી ધુળ, ધૂમાડો તથા અન્ય બાહ્ય પ્રદૂષણની ફળને થતી વિપરીત અસરને અટકાવી શકાય છે. આ રીતે કેરીનું કદ, રંગ અને કુદરતી ચમક જળવાતા ફળની ગુણવત્તા વધારીને તેને નિકાસ કરવા યોગ્ય બનાવી શકાય છે. સામાન્ય રીતે આંબાના વૃક્ષનું કદ મોટું હોવાને કારણે ખેડૂતો આ પદ્ધતિને અમલમાં મુકવા મુશ્કેલી અનુભવે છે. જો આંબાનું વૃક્ષ પાંચથી ૧૦ વર્ષનું હોય અથવા મોટો હોય તો પણ વૃક્ષની નીચેની તરફના ફળો ઉપર પેપરબેગ ચઢાવવાથી કમસેકમ ૨૫ ટકા જેટલો પાક સારી ગુણવત્તાવાળો મેળવી શકાય છે. આ રીતે મેળવેલી ગુણવત્તાસભર કેરીનો બજારમાં ખેડૂતોને સારો ભાવ મળી શકે છે.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link