વલસાડથી છેક મહારાષ્ટ્રના પાલઘર સુધી ટ્રાફિક જામ, નેશનલ હાઈવે પર આ શું થઈ રહ્યું છે!

Sat, 31 Aug 2024-11:54 am,

વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર ભારે વરસાદના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા છે. નેશનલ હાઇવે ઉપર ભારે ધુરની ડમરીઓ ઉડવાના કારણે હાઇવે ઉપર ઝીરો વિઝીબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વલસાડના વાઘલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઇવે 48 પર મસ્ત મોટા ખાડાઓના કારણે વાહનોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. તો સાથે અકસ્માત ની ઘટના અને વાહનોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. આ કારણે હાલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

રાજ્ય અને દેશના સૌથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવેમાંનો એક એવો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પણ અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેની હાલત ખરાબ થઈ ગઈ છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી મસમોટો ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે. તેના બદલામાં મળવી જોઇતી સુવિધાઓ નો અભાવ જોવા મળી રહ્યો છે.  

નેશનલ હાઈવેના રાખ રખાવ અને તેના રીપેરીંગમાં બેદરકારી દાખવવાને કારણે આજે વલસાડ તાલુકાના વાલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 સતત વાહનો થી ધમધમતો રહે છે.

નેશનલ હાઈવે હોવાથી હાઇવે પરથી નાના અને ભારે વાહનો પુરઝડપે પસાર થતા હોય છે. ત્યારે હાઈવે ની વચ્ચે મોટા ખાડાઓને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. સાથે હાઇવે ઉપર ભારે ધુરની ડમરીઓના કારણે નેશનલ હાઇવે ઉપર 0 વિઝીબિલિટીના કારણે પણ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.  

વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને લઈ વાહનોમાં ખાના ખરાબી સર્જાય થઈ છે. સાથે હાઇવે ઉપર ધુરની ડમતી ઓ ઉડવાના કારણે વાહન ચાલકોને 0 વિઝીબિલિટી નો સામનો કરવાનો વારો આવ્યો છે. 

ઝીરો વિઝીબિલિટીના કારણે કેટલા વાહન ચાલકોના અકસ્માત પણ સર્જાયા છે. તો કેટલી જગ્યાઓ પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો છે. જેને લઈ અમદાવાદથી મુંબઈ જતા લોકોએ ભારે ટ્રાફિક જામને કલાકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવ્યો છે. ખાડાઓના કારણે વાહનોના ટાયર ફાટતા અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે.

નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડા હાઇવે ઓથોરિટી દ્રારા વહેલી તકે પુરવામાટે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે લાખો રૂપિયાના ટોલ લેતી હાઇવે ઓથોરીટી ક્યારે આ ખાડા પુરશે એ જોવું રહ્યું.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link