એક એવો કૂવો, જે બતાવે છે તમારા મોતની `તારીખ`! અનેક છે પુરાવા
આ કુવો વારાણસીમાં છે, જેનું નામ ચંદ્રકૂપ છે. આ કોઇ સામાન્ય કૂવો નથી, તેને લઇને કહેવામાં આવે છે કે આ કૂવો લોકોને તેમના મોતના વિશે જણાવે છે.
ચંદ્રકૂપ કૂવો કાશી વિશ્વનાથ મંદિર પાસે છે, જે સિદ્ધેશ્વરી મહોલ્લામાં બનેલા સિદ્ધેશ્વરી મંદિરનો એક ભાગ છે અને ચંદ્રેશ્વર લિંગના કારણે આ જગ્યા ખૂબ જાણિતી છે.
હિંદુ ધર્મ અનુસાર ચંદ્રેશ્વર લિંગ નવ શિવલિંગનો એક ભાગ છે, જેને નવગ્રહ શિવલિંગ કહેવામાં આવે છે. અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. તે જ સમયે, ભક્તો શિવલિંગની પૂજા કર્યા પછી આ કૂવો જોવા જાય છે.
એવું કહેવાય છે કે ચંદ્રકૂપનું નિર્માણ એક શિવ ભક્ત દ્વારા કરવામાં આવ્યું હતું, જેની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે આ કુવાને આશીર્વાદ આપ્યો હતો. ત્યારથી આ કૂવો લોકોને તેમના મૃત્યુ વિશેની આગાહીઓ કહે છે.
અહીં આવનાર લોકો ચંદ્રકૂપ કૂવામાં જુએ છે. એવામાં જો તમને આ કૂવામાં તમારો પડછાયો દેખાઇ જાય છે, તો ઠીક છે પરંતુ જો ન દેખાય તો તમારું મોત નજીક છે.
કહેવાય છે કે જે લોકો આ કૂવામાં પડછાયો નથી દેખાતો તેઓ 6 મહિનામાં મૃત્યુ પામે છે. અહીં રહેતા લોકો પાસે આવી અનેક ઘટનાઓ છે, જે ચંદ્રકૂપની ભવિષ્યવાણીને સાચી સાબિત કરે છે.
આ મંદિરમાં પૂજા કર્યા બાદ લોકો આ કૂવામાં જરૂર આવે છે. કહેવામાં આવે છે કે તેના પાણી પીધા વિના કોઇપણ પૂજા પુરી થતી નથી.