Vastu Tips: દરરોજ કરો આ 6 કામ, ઘરમાં ઝડપથી વધશે આર્થિક સમૃદ્ધિ, લક્ષ્મીજીની અપાર કૃપા વરસશે

Tue, 16 Apr 2024-10:02 am,

જે ઘરમાં ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. કોશિશ કરો કે ઘરની સફાઈ સારી રીતે થાય. ક્યારેય ફાલતું સામાન ભેગો ન કરો. નકામી વસ્તુઓનો તરત નિકાલ કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને માતા લક્ષ્મી ખુશ થાય છે. 

જો તમે ઈચ્છતા હોવ કે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય તો દરરોજ ઘરના મુખ્ય દ્વાર પર સાંજના સમયે દીવો જરૂર પ્રગટાવો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. સાંજના સમયે જે પણ મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવે છે તેના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. 

હિન્દુ ધર્મમાં આંબાના પાંદડાને ખુબ જ શુભ ગણવામાં આવે છે. આવામાં ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે આંબાના પાંદડાનું તોરણ બનાવીને મુખ્ય દ્વાર પર જરૂર લગાવવું જોઈએ. તોરણ લગાવતી વખતે એ વાતનું ધ્યાન આપો કે આંબાના પાંદડા લીલા હોવા જોઈએ અને ફાટેલા હોવા જોઈએ નહીં. 

જો તમારા ઘરમાં કલેશની સ્થિતિ રહેતી હોય, લડાઈ ઝઘડાનો માહોલ હોય તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોઈ શકે છે. આ બધાથી બચવા માટે રોજ પોતું કરતી વખતે પાણીમાં મીઠું ભેળવી દો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. 

ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે દરરોજ તુલસીજીને અર્ધ્ય આપો. સવાર સાંજ તેમની આગળ ઘીનો દીવો કરો. તુલસી માતાને લક્ષ્મીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. બને તો શુક્રવારે વ્રત રાખો. લક્ષ્મી સુક્તમનો પાઠ પણ કરો. આમ કરવાથી ઘરમાંથી આર્થિક સંકટ દૂર થાય છે. 

જો તમે ઈચ્છતા હોવ કે તમારા પરિવારના સભ્યો પ્રગતિ કરે તો દરરોજ સૂર્યદેવને જળ ચડાવો. તેનાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને સમાજમાં માન સન્માન અને પદ પ્રતિષ્ઠા વધે છે. વ્યક્તની ઝડપથી પ્રગતિ થાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link