શુક્ર-કેતુનું મિલન 24 દિવસ માટે આ 4 રાશિના જાતકો માટે લાવશે ખુશીઓ, રાતોરાત ચમકી જશે ભાગ્ય
વૈદિક જ્યોતિષ અનુસાર માયાવી ગ્રહ કેતુ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવા માટે આશરે 18 મહિનાનો સમય લે છે. કેતુ 30 ઓક્ટોબર 2023થી કન્યા રાશિમાં બિરાજમાન છે અને 2024માં આ રાશિમાં રહેશે. તો ઓગસ્ટ મહિનાના અંતમાં ધનના દાતા શુક્ર કન્યા રાશિમાં આવવાના છે. દૃક પંચાગ અનુસાર 25 2024ના સવારે 1 કલાક 24 મિનિટ પર શુક્ર ગ્રહ સિંહ રાશિમાંથી નિકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને 18 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. જેનાથી શુક્ર અને કેતુ એકબીજાથી નજીક આવશે. જ્યોતિષીય ગણનાઓ અનુસાર કન્યા રાશિમાં શુક્ર-કેતુ મળી કેટલાક જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે. આ દરમિયાન બધા અટવાયેલા કામ થવા લાગશે. ભૌતિક સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. આવો જાણીએ રાહુ-કેતુના સંયોગથી કયાં જાતકોનું ભાગ્ય ચમકશે.
કેતુ અને શુક્રનું મિલન મેષ રાશિના જાતકો માટે શુભ ફળયાદી સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલી દૂર થશે. કરિયર સાથે જોડાયેલા શુભ સમાચાર મળશે. પ્રોફેશનલ લાઇફમાં આવનારા વિઘ્નો દૂર થશે. પ્રેમ-સંબંધમાં મધૂરતા આવશે. લગ્ન જીવન ખુશ રહેશે. જો તમારા નાણા કોઈ જગ્યાએ ફસાયા છે તો પરત મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
કેતુ-શુક્રના મિલનથી સિંહ રાશિના જાતકો જોરદાર પ્રગતિ કરશે. કરિયરમાં મોટી સફળતા મળશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. સમાજમાં તમારી પ્રશંસા થશે. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભાઈ-બહેન સાથે સારો સંબંધ રહેશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ બનેલી રહેશે.
શુક્ર-કેતુની યુતિ કન્યા રાશિના જાતકોના અધુરા કામ પૂરા કરશે. આ દરમિયાન ધન-સંપત્તિમાં વધારો થવાનો યોગ બનશે. આધ્યાત્મિક કાર્યોમાં તમે ભાગ લેશો. કરિયરમાં અપાર સફળતા મળશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ આવશે. તમને માનસિક તણાવથી મુક્તિ મળશે. મન પ્રસન્ન રહેશે. તમને દરેક કાર્યોમાં ઈચ્છિત પરિણામ મળશે.
શુક્ર-કેતુનું મિલન તુલા રાશિના જાતકોને લાંબા સમય સુધી લાભ આપશે. આ દરમિયાન તમારા દરેક કાર્યો કોઈ મુશ્કેલી વગર પૂર્ણ થશે. વેપારનો વિસ્તાર થશે. અટવાયેલા પૈસા પરત મળશે. દેવામાંથી મુક્તિ મળશે. આવકમાં વધારો થશે. ઘરમાં ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે. શૈક્ષણિક કાર્યોમાં પણ સફળતા મળશે. લગ્ન જીવનની સમસ્યાઓ દૂર થશે. બિઝનેસમેનને નવા લોકેશન પર પ્રોજેક્ટ લોન્ચ કરવાની તક મળશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.