Venus: 1 વર્ષ બાદ બનશે નીચભંગ રાજયોગ, દિવાળી પહેલા આ જાતકોને ફાયદો કરાવશે શુક્ર

Tue, 24 Oct 2023-3:58 pm,

નવેમ્બરની શરૂઆતમાં શુક્ર દેવ પોતાની ચાલ બદલવાના છે. શુક્રની સ્થિતિ શુભ થવા પર જીવનમાં પ્રેમ, સુખ, ઐશ્વર્યની સ્થિતિ સારી બની રહે છે. જલ્દી શુક્ર દેવ દિવાળી પહેલા ગોચર કરશે, જે કેટલાક જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયે શુક્ર દેવ સિંહ રાશિમાં બિરાજમાન છે. 3 નવેમ્બરે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જે તેમની નીચ રાશિ માનવામાં આવે છે. કન્યા રાશિમાં શુક્રના પ્રવેશ કરતા જ નીચભંગ રાજયોગનું નિર્માણ થશે, જે કેટલાક જાતકો માટે ફળદાયક સાબિત થશે. આવો જાણીએ..  

સિંહ રાશિના જાતકો માટે નીચ ભંગ રાજયોગનું નિર્માણ ખુબ શુભ માનવામાં આવી રહ્યો છે. શુક્રના શુભ પ્રભાવથી ધન આગમનના નવા માર્ગ ખુલી શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. લવ લાઇફ સારી રહેશે. તો પાર્ટનરની સાથે કોઈ ટ્રિપ પર જઈ શકો છો. આ સમય તમારા માટે સારો રહેવાનો છે. 

નીચભંદ રાજયોગ મકર રાશિના જાતકો માટે લાભદાયક માનવામાં આવી રહ્યું છે. જીવન ધન-ધાન્યથી ભરેલું રહેશે. પાર્ટનરની સાથે ચાલી રહેલી સમસ્યાનો અંત આવી શકે છે. બોસના સમર્થનની સાથે તમે નવા ગ્રોથ પ્લાન્સ પર ફોકસ કરશો. થોડો વધુ પરિશ્રમ તમને સારી સફળતા તરફ લઈ જશે.   

નીચભંગ રાજયોબ બનવાથી ધન રાશિના જાતકોએ પૈસાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. નોકરી કરતા લોકોને નવા ટાસ્ક મળશે, જે તમને તમારા પ્રમોશનમાં મદદ કરી શકે છે. લવ લાઇફમાં તમે પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link