ગુજરાતના આ 7 જિલ્લાઓમાં આભ ફાટ્યું! લોકોને સલામત સ્થળે ખસેડવા સરકારની સુચના

Sun, 25 Aug 2024-2:59 pm,

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. 

સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ૨૪ કલાકમાં વરસ્યો છે. હાલ જ્યાં જુઓ ત્યાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. 

ગુજરાતના મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે SDRF-NDRF ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. 

મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ,  પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી. હાલ ગુજરાત પર તોળાઈ રહ્યું છે પૂરના પ્રકોપનું સંકટ...

દરમિયાન રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતમાં જણાવવામાં આવ્યું છે કે, આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૬૪ મી.મી. થયો છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.

દરિયો તોફાની બનતા ગુજરાત પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. છેલ્લાં 24 કલાકથી ગુજરાતમાં અનરાધાર વરસી રહ્યો છે વરસાદ. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ૩૨૬ મી.મી. વલસાડના વાપીમાં નોંધાયો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link