Vish Yog 2023: શનિ-ચંદ્રમાની યુતિથી આ જાતકોના જીવનમાં મચશે હાહાકાર, રાખવું પડશે ધ્યાન
કર્ક રાશિના જાતકોએ શનિ અને ચંદ્રના આ સંયોગથી સાવધાન રહેવું પડશે. આ સમયે કોઈ નવું કામ શરૂ ન કરવું. કર્ક રાશિના લોકો પર શનિની પનોતી ચાલી રહી છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. વાદ-વિવાદમાં પડવાનું ટાળો.
કન્યા રાશિના લોકો માટે વિષ યોગ યુતિ હાનિકારક સાબિત થશે. આ સમય દરમિયાન તમારા ગુપ્ત દુશ્મનો તમને પરેશાન કરી શકે છે. ઓફિસમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખો. કોર્ટ કેસ લાંબા સમય સુધી ચાલી શકે છે.
શનિ અને ચંદ્રનો સંયોગ મીન રાશિના લોકોને પરેશાન કરી શકે છે. તમારા પર શનિ સાડાસાતી ચાલે છે. કોઈ નવું કામ શરૂ ન કરવું. પૈસાના મામલામાં અટવાઈ શકો છો. કોઈને પણ ઉધાર લેવડદેવડ કરવાનું ટાળો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)