Corona સામે લડવામાં મદદરૂપ થાય છે આ ફળો, જેના સેવનથી નહીં પડે દવાની જરૂર

Mon, 03 May 2021-9:29 pm,

વિટામીન-સીના ઢગલાં બંધ ફાયદા છે. સૌથી પહેલાં તો તેનાથી ઈમ્યૂનિટી મજબૂત બને છે. પાંચનક્રિયા સારી થાય છે. શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે. થાક અને આળસ દૂર થાય છે. વાયરલ ઈન્ફેકશન સામે વિટામિન-સી રક્ષણ આપે છે. આ ઉપરાંત પણ તેના ઘણાં ફાયદા છે.

આયુર્વેદમાં આંવળાને અતિઉત્તમ ઔષધ માનવામાં આવ્યું છે. આંવળામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આમળામાં સંતરા કરતા 20 ગણું વધારે વિટામિન-સી હોય છે.

 

સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી રહે છે.  મીડિયમ સાઈઝના એક સંતરામાં 53.2 મિલીગ્રામ જેટલું વિટામિન-સી હોય છે.સંતરું ખાવાથી શર્દી-તાવ જેવી બીમારીઓ સામે પણ રક્ષણ મળી રહે છે. આ ફળ તમારી ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે.

ઘરે બેઠાં બેઠાં પડીકા ખાવા, કે કોઈ ચટપટી વસ્તુઓનો નાસ્તો કરવો એના કરતા કિવી ને તમારા ડાઈટમાં સામેલ કરો. આ એવું ફળ છેકે,  શરીર માટે ખુબ જ લાભદાયક છે. એક કિવીમાં 83 મિલીગ્રામ વિટામિન-સી હોય છે. આ ઉપરાંત તેમાં અન્ય વિટામિન્સ પણ હોય છે.

(નોંધ- કોઈપણ ઉપાય કરતા પહેલાં નિષ્ણાત તબીબની સલાહ લેવી, ZEE 24 કલાક આ જાણકારી માટે કોઈ જવાબદારીનો દાવો નથી કરતું)

 ન્યૂટ્રિએન્ટ એટલેકે, પોષક તત્વોનું પાવર હાઉસ ગણાય છે અનાનસ. પાઈનેપલમાં ભરપૂર માત્રામાં વીટામીન-સી હોય છે. અને વીટામીન-સીને કારણે શરીરમાં ઈમ્યૂનિટી વધે છે. નિયમિત આ ફળ ખાવાથી ઘણો ફાયદો થાય છે. વાયરલ ઈન્ફેકશન રોકવામાં મદદ મળે છે.

(નોંધ- કોઈપણ ઉપાય કરતા પહેલાં નિષ્ણાત તબીબની સલાહ લેવી, ZEE 24 કલાક આ જાણકારી માટે કોઈ જવાબદારીનો દાવો નથી કરતું)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link