ગુજરાતી OTT પ્લેટફોર્મ Oહોની Vitthal Teedi સાથે ધમાકેદાર એન્ટ્રી, Pratik Gandhiની મુખ્ય ભૂમિકા કરશે રોમાંચિત

Fri, 07 May 2021-1:37 pm,

વિઠ્ઠલ તીડી વેબસિરીઝ ભલે ગુજરાતીમાં છે પરંતું તેના માટે નોન ગુજરાતી લોકોમાં પણ ખૂબ ઉત્સાહ છે. 'ઓહો' OTT પ્લેટફોર્મ પર 'વિઠ્ઠલ તીડી' વેબસિરીઝનો ભાગ- 1 જોવા મળશે.. દર્શકોએ વિઠ્ઠલ તિડી જોવા માટે 'ઓહો'નું સબસ્ક્રિપ્શન લેવું પડશે.શેરમાર્કેટ કિંગ હર્ષદ મહેતાના પાત્રને આત્મસાત કરનાર પ્રતિક પાસે તેની આવનારા ગુજરાતી વેબસિરીઝ 'વિઠ્ઠલ તીડી' માટે દર્શકો જબરદસ્ત પર્ફોમન્સની આશા રાખી રહ્યા છે.  

વિઠ્ઠલ તિડી વેબસિરીઝમાં પ્રતિક ગાંધીની સાથે શ્રદ્ધા ડાંગર, રાગી જાની પ્રેમ ગઢવી, પ્રશાંત બારોટ, બ્રિન્દા ત્રિવેદી, જગજીત સિંહ વાઢેર જોવા મળશે. વિઠ્ઠલ તિડી મુકેશ સોજિત્રાની ટૂંકીવાર્તાના આધાર પર વિઠ્ઠલ તિડી વેબસિરીઝ બનાવવામાં આવી છે. વર્ષ 1980ના દાયકામાં સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલ તિડી ભાગ-1 બનાવવામાં આવી છે.  

ગુજરાતી સિનેમામાં નવા પ્રાણ ફૂંકવામાં જો કોઈને સવિશેષ ફાળો હોય તો તે અભિષેક જૈનનો છે, અભિષેક જૈનની બે ફિલ્મો કેવી રીતે જઈશ અને બે યાર આ બંને ફિલ્મોએ ગુજરાતી ફિલ્મો પ્રત્યેના એક મોટા વર્ગનો દ્રષ્ટિકોણ બદલ્યો...  ત્યારે અભિષેક જૈન હવે ગુજરાતીઓ માટે અલગ જ OTT પ્લેટફોર્મ લઈને આવ્યા છે જેનું નામ છે 'ઓહો'... 'ઓહો' OTT પ્લેટફોર્મ પર સૌથી પહેલો એન્ટરટેઈનમેન્ટનો બુસ્ટર ડૉઝ 'વિઠ્ઠલ તિડી' વેબસિરીઝ છે જેમાં મુખ્ય અભિનેતા પ્રતિક ગાંધી છે જેને ન માત્ર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પરંતું સમગ્ર દેશની એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખની જરૂર નથી. આ વેબસિરીઝને અભિષેક જૈને ડિરેકટ કરી છે અને તેનું નિર્માણ પણ તેના જ પ્રોડકશન હાઉસ સિનેમેન પ્રોડકશને કર્યું છે.

1 મેએ વિઠ્ઠલ તિડીનું ટ્રેલર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યું.  ફિલ્મમાં પ્રતિકે વિઠ્ઠલનું પાત્ર ભજવ્યું છે જેમાં તે જુગારી બતાવ્યો છે પરંતું તે ફિલ્મમાં પોતાને ખેલાડી માને છે,  ટ્રેલર રિલીઝ થતા જ ન માત્ર ગુજરાતીઓ પરંતું પ્રતિક ગાંધીના ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યુ છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે  વિઠ્ઠલમાં પત્તાની રમતમાં ખેલાડી દર્શાવ્યો છે. વેબસિરીઝના ટ્રેલરમાં પ્રતિક ગાંધી દમદાર ડાયલોગ બોલતો બતાવ્યો છે.  પ્રતિક ગાંધી સાથે ફરી શ્રદ્ધા ડાંગર જોડી જમાવતી જોવા મળી રહી છે. અગાઉ બંને 'લવની લવ સ્ટોરીઝ'માં સાથે જોવા મળ્યા હતા.  

વિઠ્ઠલ તિડીનું સંગીત કેદાર-ભાર્ગવે આપ્યું છે. વેબસિરીઝનું ટાઈટલ ટ્રેક આદિત્ય ગઢવીએ ગાયુ છે. ટાઈટલ ટ્રેક 'વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા' લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. ગીતના શબ્દો ભાર્ગવ પુરોહિતે લખ્યા છે.  

વર્ષ 2020માં આવેલી હિન્દી વેબસિરીઝ SCAM 1992એ પ્રતિકની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.. દેશભરમાં પ્રતિકની એક્ટિંગના લાખો લોકો ફેન થઈ ગયા. આ વેબસિરીઝમાં પ્રતીક ગાંધીએ બીગ બુલ હર્ષદ મહેતાની ભૂમિકા બખૂબી ભજવી છે. વેબસિરીઝમાં રિસ્ક હૈ તો ઈશ્ક હૈ...જેવા અનેક ડાયલોગ્સ પણ ખુબ લોકપ્રિય બન્યાં છે.

બે યાર, રોંગસાઈડ રાજુ, લવની લવ સ્ટોરીઝ, લવની ભવાઈ, તંબુરો જેવી ફિલ્મોમાં કામ કરનાર પ્રતિક ગાંધી ગુજરાતી ફિલ્મોમાં તો છવાઈ ગયો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link