Patan Photos : પાણી વગર પશુઓને પણ મળ્યું મોત, પણ સરકારના કાને ક્યાં કઈ અથડાય છે?

Tue, 04 Jun 2019-8:37 am,

સમી તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલું છે ભદ્રાડા ગામ. જ્યાંના લોકો છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે અને પાણી મેળવવા લોકોને ભારે રઝળપાટ કરવી પડી રહી છે. ગામમાં આવેલ તળાવ પણ પાણી વિના સૂકાભઠ્ઠ બની જવા પામ્યા છે. ત્યારે તળાવ પાસે આવેલું કૂવાનું દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે. આ દૂષિત પાણી પીવાના કારણે આરોગ્ય સામે પણ ખતરો ઉભો થઈ શકે છે. પરંતુ આ દૂષિત પાણી સિવાય બીજો કશેથી પાણી મળતું ના હોવાને કારણે લોકોને મજબૂરીથી આ પાણી પીવાની ફરજ પડી રહી છે.

સ્થાનિક મહિલાઓ કહે છે કે, ભદ્રાડા ગામે આવેલ તળાવ સૂકાભઠ્ઠ બની જતા પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. ટેન્કરો દ્વારા પણ પાણી ન આવતું હોવાના કારણે સૂકાભઠ્ઠ તળાવમાં આવેલ અવાવરું કુવામાંથી દૂષિત અને ગંદુ પાણી પીવા લોકો મજબૂર બન્યા છે. 

આ વિસ્તારમાં સૌથી ખરાબ હાલત રખડતા ઢોરોની થઈ છે. જેઓ પાણી વિના ટળવળી રહ્યા છે. પાણી વિના પશુઓની હાલત પણ દયનીય બની ગઈ છે. ધીમે ધીમે પાણી વિના ગાય, ભેંસ પણ મોતને ભેટી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેવડાના ગામોમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની બૂમો ઉઠે છે. અંતરિયાળ ગામોમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક જિલ્લામાં સમીક્ષા બેઠકો તો કરવામાં આવે છે અને ગામેગામ પાણી પહોંચ્યા હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે.

સમી તાલુકાના ભદ્રાડા ગામના લોકો છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જે જોતા તંત્ર ના દાવા પોકળ સાબિત થયા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા છેવડાના ગામોમાં સ્થળ પર જઈ તપાસ કરે તો જ ખરી પરિસ્થિતિનો તાગ મળે તેમ છે. નહિ તો ગાંધીનગરમાં બેસીને પ્રેસ કોન્ફરન્સ કરવાથી કંઈ થતુ નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link