આવી ગયા વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ, અરબ સાગરમાં હલચલ શરૂ, ટાઈમલાઈન સાથે જુઓ ક્યાં ટકરાશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં આજે ભારે વરસાદ થશે. તો આવતીકાલે રવિવારે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં માં 32 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને, દીવમાં આવતીકાલે ભારે વરસાદ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતું નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હજી સુધી ચોમાસાએ વિદાય લીધી નથી
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. આના કારણે 12 થી 13 ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણનો વિસ્તાર બની શકે છે. આ સિસ્ટમના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
આગામી દિવસોમાં ભારતના અનેક રાજ્યોમાં હવામાનનો બેવડો ફટકો પડી શકે છે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની શકે છે. આ બંને સ્થળોએ બે હવામાન પ્રણાલીઓ વિકસિત થઈ રહી છે. સ્કાયમેટ વેધરએ પણ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર બનવાની ચેતવણી જારી કરી છે. આ સિસ્ટમ આગામી 3 થી 4 દિવસમાં એટલે કે 12 અથવા 13 ઓક્ટોબર સુધીમાં મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા છે.
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. સ્કાયમેટ વેધર અનુસાર, 12 ઓક્ટોબર સુધીમાં, આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ શકે છે. આના કારણે નીચા દબાણનો વિસ્તાર પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી શકે છે. આ મોસમી હિલચાલ 16 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરી શકે છે. જેના કારણે પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે 12 થી 13 ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા છે. આ સિસ્ટમના કારણે કેરળ, લક્ષદ્વીપ અને તટીય કર્ણાટકના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. આ પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ પણ આગળ વધી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વિકસી રહેલી નવી હવામાન પ્રણાલીને કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાનમાં ફેરફારની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ગુરુવારે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.