ગુજરાત માટે આકરી છે વરસાદના વરતારાની આ તારીખ! મુંબઈથી પણ ખરાબ દશા થશે, ઘાતક આગાહી
Gujarat Rainfall: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા! જ્યાં કોરું છે ત્યાં થશે વાવણીલાયક વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ તારીખે અચાનક વધી જશે વરસાદનું જોર, જે વિનાશ પણ નોંતકી શકે છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે. તંત્રએ પણ એના માટે સતર્કતાની તૈયારીઓ કરી લીધી છે. ખાસ કરીને કેટલાંક જિલ્લાઓમાં તો ભારે જળસંકટ ઉભી થઈ શકે છે. આ અમે નથી કહી રહ્યાં પણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આ સંકેત આપી રહી છે. તારીખો લખી લેજો, હાલત ખરાબ થવાની એ નક્કી જ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છેકે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હાલ જે પ્રકારેનો વેધર મેપ છે એ જોતા રાજ્યના કેટલાં જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ સંભાવના છે. જેને કારણે તે જિલ્લાઓ પર મોટું સંકટ ઉભું થયું છે. તંત્ર પણ આ જિલ્લાઓમાં અત્યારથી બચાવ કામગીરી માટે ટીમો સ્ટેન્ડ બાય રાખી રહ્યું છે. તમે પણ તારીખ નોંધી લેજો, અને જરૂર વિના ઘરની બહાર ના નીકળતા...હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છેકે, આ વખતે વરસાદ તોફાની બનશે. નવો રાઉન્ડ શરૂ થતા જ ભુક્કા બોલાવશે વરસાદ. આ વરસાદી રાઉન્ડ દરમિયાન ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ક્યો દિવસ વધુ ભારે હશે તે અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી છે તે પણ જાણીશું...
થોડા વિરામ બાદ ફરી ધોધમાર પડવાના મૂડમાં છે મેઘરાજા. વરસાદી મેપ એ દિશામાં ઈશારો કરી રહ્યાં છે. છેલ્લાં બે-ચાર દિવસથી સામાન્ય વરસાદ પડતો હતો. પણ આજે સાંજથી ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમ એક્ટીવ થઈ શકે છે. ખાસ કરીને રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ થઈ ચુકી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં વરસાદના રાઉન્ડની આગાહી કરી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, આ વરસાદી રાઉન્ડ દરમિયાન ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ક્યો દિવસ વધુ ભારે હશે.
રાજ્યમાં 9થી 11 જુલાઇ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના જે વિસ્તારો વરસાદથી બાકાત હતા અથવા વરસાદથી વંચિત હતા ત્યાં 9થી 11 તારીખના સેશનમાં સારા વાવણીલાયક વરસાદની શક્યતાઓ છે. 9, 10 અને 11 જુલાઇ એમ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાનો છે. સૌથી વધારે વરસાદ 10 જુલાઇના રોજ જોવા મળે તેવું અનુમાન છે. જેમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાતમાં જેવા મળે તેવી શક્યતાઓ છે.
દક્ષિણ ગુજરાત, મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ, આહવામાં ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અમુક જગ્યાએ ગાજવીજ અને પવનની ગતિ સાથે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે.
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં સારા વરસાદની શક્યતાઓ છે. એકાદ-બે સેન્ટર એવા હશે જ્યાં અતિભારે સ્પેલ થઇ જાય. 10 જુલાઇના રોજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે.
કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થશે. કચ્છમાં અતિ તીવ્રતા જોવા નહીં મળે. સૌરાષ્ટ્રમાં પણ 9થી 11માં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ જોવા નહીં મળે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં અતિભારે હશે, પણ મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ હશે. વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક હશે. આ રાઉન્ડ બહુ લાંબો નહીં ચાલે. 12 તારીખથી હવામાન ખુલ્લુ થવા માંડશે. જ્યારે આ ત્રણ દિવસમાં 10 તારીખે વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે.
અત્યાર સુધી ગુજરાતના જે-જે જિલ્લાઓમાં સાવ કોરું હતું, વરસાદ નહોંતો ત્યાં પણ વાવણીલાયક સારો વરસાદ થશે. એક પ્રકારે હવે સાર્વત્રિક વરસાદ જ થશે. પણ આ સાથે જ કેટલાંક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કારણે સ્થિતિ વિકટ બની શકે છે. તેની આગાહી કરાઈ છે.
થોડા વિરામ બાદ હવે ફરી એકવાર ધુઆંધાર બેટિંગ કરવા માટે તૈયાર છે મેઘરાજા. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ હવે સક્રિય થઈ ગઈ છે.