Cyclone Prediction: આવતી કાલનો દિવસ ભારે! વાવાઝોડું `રેમલ` કયા વિસ્તારોને ધમરોળશે? Photos થી જાણો વાવાઝોડાનો સંભવિત રૂટ

Fri, 24 May 2024-8:42 am,

ભારતીય હવામાન ખાતા તરફથી અપાયેલી જાણકારીમાં કહેવાયું છે કે બંગાળની ખાડી પર એક ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી 24 કલાક ખુબ મહત્વના છે. 24મી મે એટલે કે શુક્રવારે સવાર સુધીમાં તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક દબાણમાં ફેરવાય તેની સંભાવના છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે. જો આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તો તેનું નામ 'રેમલ' રાખવામાં આવશે.   

પૂર્વાનુમાન મુજબ ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. આથી હવામાન વિભાગે 28મી મે 2024ની આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

બંગાળની ખાડી ઉપર બની રહેલા આ દબાણના પગલે હવામાન વિભાગે કોલકાતામાં આંધી તોફાન અને વીજળી પડવાના જોખમને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. આખું અઠવાડિયું વરસાદ પડે તેવી શક્યતા છે. 25મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અહીં પણ 64.5 મિમી થી 115.5 મિમી સુધી વરસાદ પડી શકે છે. 

વાવાઝોડાનો રૂટ ભારતના ચોમાસાના આગમન પર અસર પાડી શકે છે. જો રેમલ ભારતીય તટ તરફ આગળ વધે તો તે વાસ્તવમાં ચોમાસાની શરૂઆતમાં મદદ કરી શકે છે. જેનાથી વિપરિત મ્યાંમાર તરફ ઉત્તરની બાજુ આગળ વધવાથી ચોમાસાના આગમનમાં મોડું થઈ શકે છે. અત્યાર સુધી હવામાન વિભાગે 31 મેની આજુબાજુ કેરળમાં ચોમાસુ બેસવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે આ અંગે હવામાન વિભાગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.   

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 24મી મેના રોજ સવારથી 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર બંગાળની ખાડીની આજુબાજુના વિસ્તારોમાં તથા 25મી મેના રોજ સવારથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર પશ્ચિમ તથા પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં 24 કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે. ઓડિશાના વિશેષ રાહત આયુક્તે  જિલ્લાધિકારીઓને સતર્ક રહેવાનું અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે.   

25મી મેના રોજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના  બાલાસોર જિલ્લાના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ભાગોમાં 64.5 મિમીથી 115.5 મિમી સુધી વરસાદ પડી શકે છે. 25મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. 

જો આ હળવું દબાણ વાવાઝોડામાં ફેરવાય તો તેનું નામ રેમલ હશે. આ સંભવિત રેમલ વાવાઝોડાનું રૂટ શું હોઈ શકે તે windy.com માં જે રીતે અંદાજિત દર્શાવ્યું છે તે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ.  (સંભવિત વાવાઝોડાના સંભવિત રૂટની તસવીરો windy.com પરથી લેવામાં આવી છે.) આ તસવીરમાં આજે શું પરિસ્થિતિ છે તે દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે. 

આ તસવીરમાં આવતી કાલે એટલે કે 24મી મેના રોજ શું સ્થિતિ હશે તે સમજવવાનો પ્રયત્ન કરાયો છે. 

25મી મેના રોજ આ સ્થિતિ હોઈ શકે છે. 

તારીખ 26મી મેના રોજ આ પરિસ્થિતિ જોવા મળી શકે છે. 

27મી મેના રોજ સંભવિત સ્થિતિ (સંભવિત વાવાઝોડાના સંભવિત રૂટની તમામ તસવીરો windy.com પરથી લેવામાં આવી છે.)

28મી મેના રોજ સંભવિત સ્થિતિ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link