Weekly Horoscope: મિથુન અને કર્ક રાશિ માટે આ સપ્તાહ ઉત્તમ ફળ પ્રદાન કરનાર સાબિત થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ
ગણેશજી કહે છે, આ સપ્તાહમાં કોઇ ધાર્મિક કાર્યો પ્રત્યે તમારો રસ રહેશે. બાળકોની કોઇ એક્ટિવિટીથી તમે ગર્વ અનુભવ કરશો. ખર્ચ વધારે રહી શકે છે. આ ખર્ચ થોડા સારા ભવિષ્યને લગતી શુભ યોજનાઓ માટે રહેશે. જીવનસાથી સાથે કોઇ પારિવારિક સમસ્યાને લઇને થોડો તણાવ રહી શકે છે.
ગણેશજી કહે છે, આ સપ્તાહની શરૂઆતમાં તમે તમારા સંબંધોને કેટલી સારી રીતે સંભાળી શકો છો, તે ધ્યાન આપનારી વાત રહેશે. નોકરી અથવા તો વ્યવસાયમાં તમને લાભની પ્રાપ્તી થશે. તમારી સામે ઓચિંતા આવી પડેલા ખર્ચાઓ તમારી બચતને અસર કરશે. વિદ્યાર્થીઓ સપ્તાહની શરૂઆતમા અભ્યાસ પ્રત્યે ઓછા ગંભીર જોવા મળશે.
ગણેશજી કહે છે, મિથુન રાશિના જાતકો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે. તમે ખુશીઓ પ્રાપ્ત કરવાની ઇચ્છા સાથે ખૂબ હરશો-ફરશો. તમારું પ્રણય જીવન પણ ખૂબ જ સારું રહેશે અને તમને તમારા પ્રેમીની સાથે મળીને નવી- નવી જગ્યાઓએ ફરવા જવાનું ખૂબ પસંદ પડશે.
ગણેશજી કહે છે, આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું સાબિત રહેશે. તમારા કામોમાં સફળતા પ્રાપ્ત થશે. યોજનાઓ ફળીભૂત થવાના યોગ છે અને તેનાથી તમારી ઇનકમમાં પણ વધારો થશે. તમારા ખર્ચાઓમાં ઘટાડો થશે. તમારું આરોગ્ય મજબૂત રહેશે.
ગણેશજી કહે છે, આ સપ્તાહ સામાન્ય ફળ પ્રદાન કરનારું સાબિત થવાનું છે. આ સપ્તાહની શરૂઆતમાં તમે કોઇ પ્રવાસમાં રહેશો. આ પ્રવાસ વધારે સારો કહી શકાય તેમ નથી. પોતાના આરોગ્યનું પણ ધ્યાન રાખજો. નોકરિયાત વર્ગના જાતકો માટે આ સપ્તાહમાં મહેનતના સારા પરિણામ પ્રાપ્ત થશે.
ગણેશજી કહે છે, આ સપ્તાહ વ્યવસાયને લગતી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપો. આ સમયે લગ્નજીવન તથા પ્રેમ સંબંધોમાં કોઇ પ્રકારની ગેરસમજ ઊભી થઇ શકે છે. વરિષ્ઠ તથા અનુભવી લોકો પાસેથી સલાહ લેવામાં અચકાશો નહીં. તેમનું માર્ગદર્શન અને સહયોગ તમારા મનોબળને વધારશે.
ગણેશજી કહે છે, આ સપ્તાહ કોઇ પ્રિય મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થઇ શકે છે. મનોરંજનને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર કરો. તમારા પર્સનલ કામમાં વ્યસ્તતાના કારણે તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો, તેમની સાથે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે. બાળકોની ગતિવિધિઓ અને સંગત ઉપર પણ નજર રાખો.
ગણેશજી કહે છે, નોકરિયાત વર્ગના લોકોને પોતાની મહેનતના સારા પરિણામ પ્રાપ્ત થશે અને તમે આગળ વધશો. તમારા દાંપત્ય જીવનની વાત કરીએ તો, આ સપ્તાહે દાંપત્ય જીવનમાં આવી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થવા લાગી છે અને મને ખુશનુમા પળોનો આનંદ પ્રાપ્ત થશે.
ગણેશજી કહે છે, આ સપ્તાહ તમારી આસપાસની પરિસ્થિતિઓમાં થોડો ફેરફાર અનુભવ કરશો. આ ફેરફાર તમારા વ્યક્તિત્વ ઉપર પોઝિટિવ પ્રભાવ પણ પાડી શકે છે. માત્ર તમારે તમારી ઊર્જા એકઠી કરીને ફરી નીતિ બનાવવાની જરૂરિયાત છે. કોઇપણ વડીલ તથા સન્માનિત વ્યક્તિ સાથે વિવાદ કે મતભેદ ઊભો થવા દેશો નહીં.
ગણેશજી કહે છે, તમે આ સપ્તાહ દરમિયાન પોતાની માતા પ્રત્યે ખુબ જ સ્નેહનું પ્રદર્શન કરશો અને તેમની સાથે સમય વ્યતિત કરવો પણ તમને પસંદ પડશે. નોકરિયાત વર્ગના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાવનાત્મક રહેશે. તમને તમારા કામમાં ખુબ આનંદ આવશે અને તમે પૂરા જોશ સાથે પોતાનું કામ કરશો.
ગણેશજી કહે છે, એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આવકમાં વધારો કેવી રીતે થાય અને સાથે જ ખર્ચાઓ પર લગામ કઇ રીતે લગાવી શકાય. આ સમય દરમિયાન ગૃહસ્થ જીવનમાં પરસ્પર સમજદારી વિકસિત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. ખોટી દલીલ ન કરતા, નહીંતર તમારા સંબંધો બગડશે.
ગણેશજી કહે છે, પારિવારિક સભ્યોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં તમારો પૂર્ણ સહયોગ રહેશે. જેનાથી પરિવારના સભ્યોમાં સુખ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. તમારા પર્સનલ કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થશે. ક્યારેક તમારા વિચારો પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.