PICS: દુનિયાના આ શહેરો `ભૂતોના શહેર` તરીકે મશહૂર છે, ભારતનું આ ભૂતિયું સ્થળ છે ખુબ ડરામણું, જાણો કારણ
રાજસ્થાનના શહેર ભાનગઢમાં આવેલા ભાનગઢનો કિલ્લો ભારતની સૌથી વધુ ડરામણી જગ્યાઓમાંથી એક છે. આ કિલ્લામાં સૂર્યાસ્ત પછી જવાનું ખુબ જોખમી ગણાય છે. કહેવાય છે કે અહીં એક જાદુગરને વિસ્તારની રાજકુમારી સાથે પ્રેમ થયો હતો અને તેણે રાજકુમારીને પોતાના વશમાં કરવા માટે કાળા જાદુનો સહારો લીધો હતો. આ વાતની જાણ રાજકુમારીને થઈ ગઈ અને પછી રાજકુમારીએ જાદુગરને મરાવી નાખ્યો હતો. મરતા મરતા જાદુગર કિલ્લાને શ્રાપ આપતો ગયો અને ત્યારથી કિલ્લો ખંડેર બની ગયો છે.
એક સમયે હાશિમા દ્વિપની ગણતરી જાપાનની મુખ્ય જગ્યાઓમાં થતી હતી. આ દ્વિપ નાગાસાકી પાસે છે. તે સમયે ત્યાં કોલસાનું ખનન થતું હતું. જો કે અચાનક ખનન કામ ઓછું થઈ ગયું. ત્યારબાદ લોકો ઓછા થઈ ગયા. એક એક કરીને બધા લોકો દ્વિપ પરથી જતા રહ્યા. સ્થાનિક લોકોને પણ એ વાતનો અંદાજો ન રહ્યો કે દ્વિપ પર રહેતા લોકો ક્યાં જતા રહ્યા. આજે પણ હાશિમા દ્વિપ પર જૂની ચીજો રાખેલી છે.
અમેરિકાના અનેક શહેર ઘોસ્ટ ટાઈન નામથી પ્રખ્યાત છે. તેમાંથી એક શહેર Bodie પણ છે. આ જગ્યા અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં છે. કહેવાય છે કે વર્ષ 1962 અગાઉ આ શહેર ખુબ જ સુંદર હતું. પરંતુ હવે સાવ સૂમસામ ખંડેર હાલતમાં છે. જાણકારોનું માનીએ તો બિલી નામના લૂટેરાના કારણે આ જગ્યા ઉજ્જડ થઈ ગઈ છે.
ઈટાલીમાં ક્રેકો નામનું પહાડી ગામ છે. હકીકતમાં તે ભૂતોનું શહેર ગણાય છે. ઈતિહાસકારોનું માનીએ તો વર્ષ 1991માં પ્લેગ અને ભૂસ્ખલનના કારણે લોકો ગામ છોડી ગયા હતા. ત્યારથી આ ગામ ભૂતોનું ગામ બની ગયું છે. તે હોરર ઘટનાઓ માટે જાણીતું છે. સાંજ પડ્યા બાદ અહીં કોઈને રોકાવવાની મંજૂરી હોતી નથી. ક્રોકો ફરવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.