Niacin Rich Foods: નિયાસિનની ઉણપથી થઇ શકે છે Diarrhea, બચવા માટે જરૂર ખાવ આ 5 વસ્તુઓ

Sat, 16 Sep 2023-12:18 pm,

એવોકાડો (Avocado) પોષક તત્વોથી ભરપૂર ફળ છે. એક મીડિયમ સાઇઝ એવોકાડો 3.5 મિલિગ્રામ નિયાસિન મળશે, જે દૈનિક જરૂરિયાતના 21 થી 25 ટકા છે. આ ફળમાં ફાઈબર (Fibre), હેલ્ધી ફેટ્સ (Healthy Fats), વિટામિન્સ (Vitamins) અને મિનરલ્સ (Minerals) મળી આવે છે.

સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસ (Brown Rice) ને હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે.જો તમે એક કપ બ્રાઉન રાઈસ ખાશો તો તમને રોજની જરૂરિયાતના 18 થી 21 ટકા નિયાસિન મળશે. આ ચોખા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા માનવામાં આવે છે.

ચિકન બ્રેસ્ટ (Chicken Breast) ને નિયાસિન અને પ્રોટીનનો રિચ સોર્સ માનવામાં આવે છે. જો તમે 85 ગ્રામ રાંધેલા બોનલેસ ચિકન બ્રેસ્ટ ખાશો તો તમને 11.4 મિલિગ્રામ નિયાસિન મળશે, જે દૈનિક જરૂરિયાતના 70 થી 80 ટકા છે. પ્રયત્ન કરો કે તેને ઓછા તેલમાં અથવા સૂપની માફક રાંધો. 

મગફળી (Peanuts) ને 'સસ્તી બદામ' પણ કહેવામાં આવે છે જે શાકાહારીઓ માટે નિયાસિનનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ ખાવાથી તમે પ્રોટીન (Protein), મોનોસેચ્યુરેટેડ ફેટ્સ (Monounsaturated Fats), વિટામિન ઇ (Vitamin E), વિટામિન બી6 (Vitamin B6), મેગ્નેશિયમ (Magnesium), ફોસ્ફરસ (Phosphorus) અને મેંગેનીઝ (Manganese) પણ મેળવી શકો છો.

ટુના (Tuna) જેવી ચરબીયુક્ત માછલીને નિયાસિનનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. 165 ગ્રામ ટુના ખાવાથી તમને 21.9 મિલિગ્રામ વિટામિન 3 મળશે જે દૈનિક જરૂરિયાતના 100 ટકાથી વધુ છે. આ માછલીમાં પ્રોટીન (Protein), વિટામિન B6 (Vitamin B6), વિટામિન B12 (Vitamin B12), સેલેનિયમ (Selenium) અને ઓમેગા-3 ફેટી એસિડ્સ (Omega-3 fatty acids) પણ જોવા મળે છે. 

(Disclaimer:પ્રિય વાચક, અમારા આ સમાચાર વાંચવા બદલ તમારો આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે ક્યારેય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત વાંચો છો તો તેને અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link