Ayodhya માં રામ મંદિર જ નહી, આ Tourist Places પણ જરૂર ફરો, એક દિવસમાં જ પુરી થઇ જશે ટ્રિપ
સરયૂ નદીના કિનારે આવેલી રામ કી પૈડી (Ram Ki Paidi) ખાતે લાખો દીવા પ્રગટાવવામાં આવતા દિવાળી દરમિયાન વિશાળ દીપોત્સવ અને લેસર લાઇટ શો તમે ટીવી પર જોયો જ હશે. આ અયોધ્યામાં ઘાટનું એક જૂથ છે, જ્યાં ભક્તો ડૂબકી લગાવે છે અને તેમના પાપો ધોવા માંગે છે.
તમે રામ કી પૈડીમાં જ નાગેશ્વર નાથ મંદિર (Nageshwar Nath Temple) ની મુલાકાત લઈ શકો છો, એવું માનવામાં આવે છે કે તે રામના પુત્ર કુશ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જ્યારે સરયુ નદીમાં સ્નાન કરતી વખતે કુશની બાહુની પટ્ટી ખોવાઈ ગઈ હતી, ત્યારે તે નાગ કન્યાએ તેને શોધી કાઢી હતી, કારણ કે તે છોકરી ભગવાન શિવની ભક્ત હતી, તેથી કુશે અહીં મંદિર બનાવ્યું હતું.
અયોધ્યાના રામકોટમાં બનેલ કનક ભવન (Kanak Bhawan) આ પ્રાચીન શહેરની સૌથી સુંદર ઈમારતોમાંથી એક છે, એવું કહેવાય છે કે રાણી કૈકેયીએ આ ઈમારત પોતાના લગ્ન પછી દેવી સીતાને ભેટમાં આપી હતી.
જો તમે અયોધ્યા આવો છો, તો તમે જૈન શ્વેતાંબર મંદિર (Jain Shwetamber Temple) ની પણ મુલાકાત લઈ શકો છો. જૈન ધર્મના ઘણા તીર્થંકરોનો જન્મ અહીં થયો હતો, તેથી જ આ ધર્મના અનુયાયીઓ માટે આ એક પવિત્ર સ્થળ છે.
અયોધ્યા નવાબ શુજા-ઉદ-દૌલાની કબર છે, જેને ગુલાબ વાડી (Gulab Bari) તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમે અનેક પ્રકારના ગુલાબ અને ફુવારાઓ જોઈ શકો છો.