WhatsApp પર પાર્ટનર સાથે કરો આ મજેદાર Prank, Chat જોતાં આવશે રિપ્લાય- આવી મજાક મને પસંદ નથી...

Thu, 17 Nov 2022-6:19 pm,

જો તમે તમારી ગર્લફ્રેન્ડ, મિત્ર અથવા પછી સંબંધી સાથે પ્રેંક કરવાનું વિચારી રહ્યા છો. તો વોટ્સએપ દ્રારા તમે સામેવાળા સાથે મજાક અથવા પછી તેને ઇરિટેટ કરી શકો છો. આ મજેદાર ટ્રિક વડે તમે એક સેકન્ડમાં એકસાથે 100 મેસેજ મોકલી શકો છો. 

જેવો જ સામેવાળા પાસે મેસેજ પહોંચશે તો થોડી સેકન્ડ સુધી ફોન વાગતો રહેશે. જેવું જ ચેટ બોક્સ ખોલશે તો એક જેવા મેસેજ જોઇને તે ઇરિટેટ થઇ જશે અથવા કંફ્યૂઝ થઇ જશે કે આખરે આટલા બધા મેસેજ એકવારમાં કેવી રીતે આવ્યા. 

તેના માટે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. તમને પ્લે સ્ટોરમાંથી મેસેજ બ્લાસ્ટ (Message Blast) એપ ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ થયા બાદ એપને ઇંસ્ટોલ કરો. 

એપ ખોલ્યા બાદ તમને મેસેજ આઇકોન જોવા મળશે. તમે ગમે તે મેસેજ લખો. તેને તમે 10 થી 100 મેસેજ સુધી મોકલી શકો છો. તમે સિલેક્ટ કરો કે તમારે સામેવાળા વ્યક્તિને કેટલીવાર સેન્ડ કરવો છે.

જેમ કે તમે ' 'Hello' લખ્યું અને 100 મેસેજ સિલેક્ટ કરી લીધા. નીચે તમને બ્લાસ્ટ જોવા મળશે. જેવું જ તમે ક્લિક કરશો તો વોટ્સએપ ખુલી જશે. જેને તમે મોકલવા માંગો છો, તેની ચેટ બોક્સ ખોલો અને સેન્ડ બટન દબાવી દો. સામેવાળા પાસે 100 મેસેજ જતા રહેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link