WhatsApp માં આવી રહ્યું છે એકદમ કમાલનું ફીચર, તમને આવી જશે મજા

Mon, 08 Feb 2021-6:10 pm,

ટેક સાઇટ WABetaInfo ના અનુસાર WhatsApp વીડિયોમાં Mute ફીચર લાવી રહ્યું છે. 

રિપોર્ટ અનુસાર આ નવા ફીચરનો ફાયદો વીડિયો ફાઇલ મોકલતી વખતે થશે. હવે તમે મેસેજ મોકલતી વખતે વીડિયો Mute કરી શકશો. 

તમને જણાવી દઇએ કે જો તમે કોઇ પણ વીડિયોને શેર કરો છો તો વીડિયો આપમેળે ચાલવા લાગે છે. 

જો તમે આ નવા Mute ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તમારે 2.21.3.13 વર્જન મોબાઇલમાં અપડેટ કરવું પડશે. તમને જણાવી દઇએ કે આ Beta વર્જન છે.

વીડિયોને Mute કરવા માટે તમારે વીડિયોને ચલાવતી વખતે ડાબી તરફ એક સ્પીકરનું આઇકોન જોવા મળશે. તેને ક્લિક કરતી વખતે જ વીડિયોનો અવાજ બંધ થઇ જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link