રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે આગામી 48 કલાક મહત્વના, `આ` ખાસ દવા અપાઈ જે બજારમાં ઉપલબ્ધ જ નથી!

Sun, 04 Oct 2020-11:14 am,

આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે હોસ્પિટલમાંથી એક સંદેશો બહાર પાડ્યો અને કહ્યું કે તેઓ ખુબ સારું મહેસૂસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે બધી ચીજો સામાન્ય કરવા માટે ખુબ મહેનત કરવી પડશે. મારે પાછા ફરવું પડશે કારણ કે આપણે એકવાર ફરીથી અમેરિકાને મહાન બનાવવાનું છે. 

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની બરાબર પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થતા રિપબ્લિકન પાર્ટીની સમસ્યા વધી ગઈ છે. ચૂંટણી કેમ્પેઈન અને પ્રેસિડેન્શિયલ ડિબેટ માટે આ મહિનો ખુબ મહત્વનો હતો. કહેવાય છે કે ઉમર, મોટાપા, હાઈ કોલોસ્ટ્રોલ અને પુરુષ હોવાના કારણે ટ્રમ્પ પર કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ વધારે રહ્યું હતું. પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટના એક દિવસ બાદ શુક્રવારે ટ્રમ્પે પોતાના સંક્રમિત હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી હતી. 

એવા પણ અહેવાલ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક ખાસ દવા અપાઈ છે. તેમની સારવાર એક ખાસ પ્રકારની એન્ટીબોડી કોકટેલથી થઈ રહી છે જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ જ નથી. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરના સ્ટેટમેન્ટ મુજબ તેમને એન્ટીબોડી કોકટેલ દવાનો આઠ ગ્રામનો ડોઝ અપાયો છે. 

ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ ટ્રમ્પને ઉંદરમાંથી તૈયાર કરવામાં આવેલી એન્ટીબોડી આપવામાં આવી છે. આ દવાનો ઉપયોગ હજુ સામાન્ય રીતે થતો નથી અને લોકો માટે ઉપલબ્ધ પણ નથી. 

ઉંદરમાંથી તૈયાર કરાયેલી આ એન્ટીબોડીને અમેરિકાની કંપની Regeneronએ તૈયાર કરી છે. તેનો ઉપયોગ બ્રિટનમાં પણ ટ્રાયલ તરીકે થઈ રહ્યો છે. ઓક્સફર્ડના પ્રોફેસરે આ દવાને ખુબ સારો પ્રભાવ છોડનારી ગણાવી છે. આ દવાનું નામ  REGN-COV2 રાખવામાં આવ્યું છે. 

REGN-COV2ની સાથે સાથે ટ્રમ્પને Remdesivir દવા પણ આપવામાં આવી રહી છે. જેમાં સાથે ઝિંક, વિટામીન ડી, એસ્પિરિન, Famotidine અને Melatonin જેવી દવાઓ પણ અપાઈ રહી છે. REGN-COV2 ની હજુ ટ્રાયલ ચાલુ છે. પરંતુ પ્રાથમિક તારણો પરથી જાણવા મળ્યું છે કે કોરોનાના જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ નથી તેમનામાં આ દવાના કારણે વાયરલ લોડ ઘટી ગયો. એટલે કે શરીરમાં વાયરસની માત્રા ઓછી થઈ ગઈ. 

REGN-COV2 દવા કોરોનાના દર્દીના રિકવરી સમયને અડધો કરી શકે છે. ઉંદર અને કોરોનાથી ઠીક થયેલા વ્યક્તિના એન્ટીબોડીને ભેળવીને આ દવા તૈયાર કરવામાં આવી છે. આ દવા કોરોના વાયરસને ન્યૂટ્રલાઈઝ કરવાનું કામ કરે છે. જો કે ટ્રાયલ દરમિયાન બે દર્દીઓને આ દવાથી સાઈડ ઈફેક્ટ પણ થઈ હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link