કોરોનામાં 10 સેકન્ડ શ્વાસ રોકવાની ટિપ્સ પર WHOએ કર્યો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર અફવાઓ તેજીથી ફેલાઈ રહી છે. જેમાં એ પણ છે કે, જો કોઈ વ્યક્તિ 10 સેકેન્ડ સુધી પોતાના શ્વાસ રોકી છે, તો તેને કોરોના વાયરસની બીમારી નથી થઈ.
10 સેકન્ડ સુધી શ્વાસ રોકવાથી કોરોના વાયરસનું પરીક્ષણ કરવાની આ અફવા પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHOએ કહ્યું કે, કોરોના વાયરસના સામાન્ય લક્ષણ સૂકી ખાંસી, તાવ અને થાક લાગવો છે. કોરોનાથી પીડિત કેટલાક લોકોમાં નિમોનિયાના લક્ષણ પણ મળી આવે છે. કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસ છે કે, નહિ તે બાબતની સાચી માહિતી લેબમાં ટેસ્ટ કરીને જ મળી શકે છે. 10 સેકન્ડ સુધી શ્વાસ રોકવાથી કોરોનાનું પરીક્ષણ થવાની વાત ખોટી છે.
WHOએ આગળ જણાવ્યું કે, 10 સેકન્ડ સુધી શ્વાસ રોકવા પર ખાંસી નથી આવતી, તો મતલબ બિલકુલ પણ એવો નથી કે, તમે કોરોનાથી સંક્રમિત નથી.
WHOએ કહ્યું કે, આ વાત સમજવી જરૂરી છે કે, કોરોના વાયરસ હવાના માધ્યમથી નથી ફેલાતો. WHO આ વાતની પુષ્ટિ કરી ચૂક્યો છે.
કોઈ વ્યક્તિના છીંકવાથી તેના નાક અને મોઢામાંથી નીકળેલ ડ્રોપલેટ્સ 1 મીટર સુધી જઈ શકે છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કહેવામાં આવ્યું છે. તમામ લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખવું જોઈએ તેવી સૂચના અપાઈ છે.