Sapna Gill: કોણ છે સપના ગિલ? જેની સાથે મુંબઈના રસ્તા પર પૃથ્વી શોએ કરી ઝપાઝપી
પૃથ્વી શોના મિત્રએ એફઆઈઆર દાખલ કરાવી છે. શોના મિત્રની ફરિયાદ પ્રમાણે મુંબઈ એરપોર્ટની સાથે એક લક્ઝરી હોટલમાં બુધવારે સવારે ઝગડો શરૂ થયો, જ્યારે બે ફેન- એક પુરૂષ અને એક મહિલા સેલ્ફી લેવા માટે શો પાસે પહોંચ્યા. પોલીસ એફઆઈઆર પ્રમાણે આ મામલો એક સેલ્ફીને લઈને શરૂ થયો. બાદમાં વિવાદ એટલો વધી ગયો કે મુંબઈના રસ્તા વચ્ચે જોરદાર હંગામો થયો હતો.
પૃથ્વી શોના મિત્રની કારનો કાચ તોડવા અને 50 હજાર રૂપિયાની માંગ કરવાના આરોપમાં પોલીસે 8 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. જે લોકોના નામ FIR માં છે તેમાંથી બેની ઓળખ શોભિત ઠાકુર અને સપના ગિલના રૂપમાં થઈ છે.
સપના ગિલે તમામ આરોપોનું ખંડન કર્યું છે. તેના વકીલે દાવો કર્યો છે કે પૃથ્વીએ તેની સાથે પહેલા મારપીટ કરી. પૃથ્વી શો એક વીડિયોમાં બેસબોલ બેટ હાથમાં લઈને જોવા મળી રહ્યો છે.
સપના ગિલ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જેની ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 1471 પોસ્ટની સાથે 218,000થી વધુ ફોલોઅર્સ છે.
સપના ગિલે વર્ષ 2021માં ભોજપુરી ફિલ્મ મેરા વતન અને 2017માં કાશી અમરનાથમાં પણ કામ કર્યું છે.
એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા લોકોએ આ તમામ આરોપોને પડકાર્યા છે. મીડિયા સાથે વાત કરતા સપના ગિલના વકીલ અલી કાશિફ ખાને આરોપ લગાવ્યો છે કે પૃથ્વી શૉએ મહિલા સાથે મારપીટ કરી હતી. ગિલના મિત્ર દ્વારા શૂટ કરવામાં આવેલ વિડિયોમાં તે શૉ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, જે તૂટેલા બેઝબોલ બેટને પકડીને જોવા મળે છે.