Puja Path: પૂજા-પાઠ માટે અતિ શુભ છે ગાય સાથે જોડાયેલો આ અચૂક ઉપાય, ઘરમાં થશે ધનવર્ષા
જાણો ગાયના છાણાનું ધાર્મિક મહત્વ
ગાયના દૂધથી લઈને ગૌમૂત્ર અને ગોબર સુધી બધું જ પવિત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થાય છે. આ સાથે જ ગાયના છાણાને પણ ધાર્મિક કાર્યોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ગાયના છાણાને સળગાવવાથી જે ધુમાડો નિકળે છે તેને ઘરણા દરેક ખૂણામાં કરવાથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.
જો પૂજા કે હવન દરમિયાન ગાયના છાણને બાળવામાં આવે તો ઘર પવિત્ર બને છે અને પૂજાનું ફળ મળે છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે.
પૂજા ખંડમાં ગાયના છાણનો ધુમાડો કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા વરસે છે.
કપૂર અને ઘી નાખીને ગાયના છાણને સળગાવવાથી આખું ઘર શુદ્ધ થઈ જાય છે. જો તમે દરરોજ ઘરની પૂજામાં ગાયના છાણને ઘી અથવા કપૂર સાથે સળગાવો તો નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.
જો તમે નવરાત્રિના આખા 9 દિવસ ગાયના છાણનો ધુમાડો કરો છો, તો માતા રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે.
ગાયના છાણને સળગાવી તેમાં પીળી સરસવ નાખીને તેનો ધુમાડો આખા ઘરમાં કરો, તો ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા નહીં આવે.
જો ગાયના છાણમાંથી નીકળતો ધુમાડો કોઈ તિજોરીમાં કે પૈસા રાખવાની જગ્યાએ રાખવામાં આવે તો આવકમાં વધારો થાય છે.
જો તમે ગાયના છાણને બાળીને તેમાં કપૂર, પતાશા અને લવિંગ નાખી દો બગડેલા કાર્યો પણ પુરા થઇ જાય છે.