Income Tax Saving: આ 5 રીતે પત્ની કરી શકે છે ઇનકમ ટેક્સ બચાવવામાં મદદ, મળશે ડબલ ફાયદો!
કોરોના કાળમાં દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવી રહ્યું છે. જે એક સમજદારી ભર્યો નિર્ણય છે. પરંતુ આ હેલ્થ ઇન્સ્યોરન્સ તમને હોસ્પિટલોમાં મોંઘી સારવારના ખર્ચથી બચાવવાની સાથે ટેક્સમાં પણ બચત કરાવી શકે છે. જો તમે 60 વર્ષની ઓછી ઉંમરના છો તો ઈન્સ્યોરન્સ પ્રીમિયમ દ્વારા તમે 25 હજાર રૂપિયા સુધી બચાવી શકો છો. તેમાં તમને સેક્શન 80ડી હેઠળ છૂટ મળે છે.
હોમ લોન (Home Loan) પણ ટેક્સ બચાવવાની એક સરળ રીત છે. તેવામાં જો તમે જોઈન્ટ હોમ લોન કરાવો છો તો EMI ભરનારને ટેક્સમાં છૂટનો લાભ મળી જાય છે. તેમાં તમને કલમ 80C હેઠળ 1.5-1.5 લાખ રૂપિયા સુધી ડિડક્શન મળે છે. તો વ્યાજના ભાગ પર સેક્શન 24 હેઠળ 2-2 લાખ રૂપિયાની છૂટ મળશે.
ટેક્સ બચતની સૌથી સરળ રીત લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી છે. અંતિમ સમયમાં ટેક્સ પ્લાનિંગ કરનાર મોટાભાગના લોકો આ કરે છે. જો તમે જોઈન્ટ રૂપથી વીમા પોલિસી લો તો પત્નીને કંઈ થાય તો તમારે કોઈ પરેશાનીનો સામનો કરવો પડશે નહીં. જોઈન્ય વીમા પોલિસીમાં તમને ઓછા પ્રીમિયમમાં વધુ લાભ મળે છે. તો કલમ 80સી હેઠળ ઇનકમ ટેક્સમાં છૂટનો ફાયદો પણ મળે છે.
ઇનકમ ટેક્સ કાયદાની સેક્શન 80સી હેઠળ બાળકોના અભ્યાસ પર થનાર 1.50 લાખ સુધીના ખર્ચ પર ડિડક્શનનો ફાયદો લી શકો છો. બાળકોના અભ્યાસનો આ ખર્ચ કોઈ યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ કે એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટમાંથી કોઈપણમાં હોઈ શકે છે. મહત્વનું છે કે આ ડિડક્શનનો ફાયદો તમે બે બાળકો સુધી લઈ શકશો. જો કોઈ ત્રીજી બાળક હોય તો પતિ કે પત્નીમાંથી કોઈપણ બીજી વ્યક્તિ તેના અભ્યાસના ખર્ચ પર ડિડક્શનનો દાવો કરી શકે છે. જો માત્ર બે બાળકો હોય તો તેના અભ્યાસ ખર્ચને ઇનકમ ટેક્સ ફાયદા માટે પતિ-પત્ની વચ્ચે વેંચી શકાય છે. આ રીતે ડિડક્શનના ક્લેમની રકમ વધારી શકાય છે.
એક કરદાતા ચાર વર્ષની અંદર બે યાત્રાઓ માટે લીવ ટ્રાવેલ એલાઉન્સની સુવિધાનો લાભ લઈ શકે છે. જો પતિ અને પત્ની બન્ને કરદાતા છે, તો બન્ને મળીને 4 વર્ષમાં 4 ટ્રાવેલ એલાઉન્સનો ફાયદો ઉઠાવી શકે છે. આ પ્રકારે તે બેની જગ્યાએ ચાર વખત હોલીડે પર જઈ શકે છે.