Fruits: બદલાતી ઋતુમાં શરીર માટે અમૃત છે આ 5 ફળ, શરદી-તાવ-ઉધરસ તમારી નજીક પણ નહીં આવે
પપૈયું સવારે નાસ્તામાં ખાઈ લેવાથી આખા દિવસ માટેની એનર્જી મળે છે. સાથે જ તે વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ખતમ કરવામાં મદદ કરે છે. પપૈયું પોટેશિયમ ફોલેટ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે.
વિટામીન સી થી ભરપુર કીવી વાઈટ બ્લડ સેલ ને વધારવામાં મદદગાર છે. ટીવીમાં વિટામિન કે અને ફોલેટ પણ હોય છે જે ઇન્ફેક્શન સામે લડવા માં મદદ કરે છે.
જામફળ હાલ બજારમાં ખૂબ જ મળે છે. આ ઋતુમાં જામફળ ખાવાથી શરીરને જરૂરી એન્ટિઓક્સિડન્ટ મળે છે. જે બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે.
બદલતી ઋતુમાં શરીરને ઇન્ફેક્શનથી બચાવવું હોય અને ઇમ્યુનિટી બુસ્ટ કરવી હોય તો દાડમ ખાવા જોઈએ. વિટામીન, મિનરલ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર દાડમ શરીરની રક્ષા કરે છે.