આતો માત્ર ટ્રેલર છે... પિક્ચર હજુ બાકી છે.... આ તારીખ દરમિયાન ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, જાણો નવી આગાહી

Tue, 10 Dec 2024-4:57 pm,

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગત 24 કલાકમાં 7.2 ડિગ્રી તાપમાન સાથે નર્મદા, તો 7,6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. દાહોદ અને ડાંગમાં પણ લોકો કડકડતી ઠંડીમાં ઠર્યા છે. કચ્છના નર્મદામાં ઠંડીનો પારો 7.2 ડિગ્રીએ પહોંચ્યો છે. ડીસામાં 10.6 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ઠંડીને કારણે રાજ્યમાં તાપણું કરતા નજરે પડ્યા. તો ગાર્ડનમાં વહેલી સવારે લોકો કસરત કરતા જોવા મળ્યા. 

રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે.

ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું.   

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 

ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ. જો કે હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી ઘટવાની છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જો કે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link