Women Accidentally Sent Nude Photo: મહિલાની ન્યૂડ તસવીર પહોંચી ગઈ ભાવિ સસરા પાસે અને પછી જે થયું...
7 વર્ષની આ મહિલા બાથટબમાં ન્હાઈ રહી હતી અને તેનો નાનકડો પુત્ર રમતો હતો. આ દરમિયાન તેણે પુત્રનો એક ફોટો લીધો અને સાસરિયાના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કર્યો. મહિલાના સસરાએ આ ફોટો જોઈ પણ લીધો પરંતુ અચાનક જ મહિલાને ખબર પડી કે તસવીરમાં તે પણ છે અને તે પણ ન્યૂડ અવસ્થામાં. આમ જાણીને જ તેના હોશ ઉડી ગયા. (સાંકેતિક તસવીર)
મેટ્રો યુકેના અહેવાલ મુજબ મહિલાએ પોતાની સમગ્ર કહાની ફેસબુક પર પોસ્ટ કરી છે જે વાયરલ થઈ ગઈ છે. મહિલાએ ફેસબુક પર લખ્યું કે આજે મે મારા પાર્ટનરના ફેમિલી ગ્રુપમાં તસવીર મોકલી. ગ્રુપમાં મારા પાર્ટનરના પિતા માતા અને ભાઈ હતા. મે આ તસવીર પહેલા એમ કહીને શેર કરી કે શાંતિથી ન્હાઈ પણ શકતી નથી. મને જરાય અંદાજો પણ નહતો કે રિફ્લેક્શનમાં હું પણ જોવા મળી રહી છું. હું પહેલું લોકડાઉન લાગ્યું તેના થોડા દિવસ પહેલા જ માતા બની હતી. હું મારા પાર્ટનર અને તેના માતા પિતા સાથે રહુ છું અને અમે બંને પહેલું ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા છીએ. (સાંકેતિક તસવીર)
વાત જાણે એમ હતી કે મહિલા બાથટબમાં હતી અને સામે ઊભેલા પુત્રની તેણે તસવીર લીધી. પરંતુ ગ્લાસ શોવર સ્ક્રિન અને રિફ્લેક્શનના કારણે મહિલાનો પણ ન્યૂડ ફોટો તસવીરમાં આવી ગયો. જો કે મહિલાએ આ તસવીર તરત જ ડિલિટ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો કદાચ તેના ભાવિ સસરાએ આ તસવીર જોઈ લીધી હતી. (તસવીર-સાભાર Triangle News)
મહિલાએ જણાવ્યું કે હું સાવ અજાણ હતી કે શોવર ગ્લાસ અને મેટલના ડ્રેન કવરમાં રિફ્લેક્શનમાં હું પણ દેખાઈ શકું છું. થોડી મિનિટો બાદ મેં તસવીરો ફરીથી જોઈ તો જાણવા મળ્યું કે હું પણ તેમા જોવા મળું છું. મે તરત જ તસવીર ડિલિટ કરી નાખી. જો કે મારા પાર્ટનરના પિતા આ તસવીર પહેલા જ જોઈ ચૂક્યા હતા પરંતુ હું એ નથી જાણતી કે તેમણે આ તસવીરમાં મને જોઈ કે નહીં. (સાંકેતિક તસવીર)
મે ત્યારે જ મારા પાર્ટનરને ફોન કર્યો અને તેને બધુ જણાવી દીધુ અને કન્ફર્મ કરવાનું કહ્યું મે જે તસવીર ડિલિટ કરી તે દેખાતી તો નથી ને. મહિલાએ છેલ્લે લખ્યું કે મારા પાર્ટનરના માતા પિતા પાસે પાછી જઈ રહી છું. મને વિશ્વાસ છે કે તેમના ચહેરાના હાવભાવથી ખબર પડી જશે કે તેમણે કઈ જોયું છે કે નહીં. (સાંકેતિક- તસવીર)