OMG! મહિલાએ માત્ર 90 રૂપિયામાં ખરીદ્યું ઘર, પરંતુ પછી જે થયું.... જાણીને દંગ રહી જશો
ઈટલીના સૈમ્બુકા દી સિસિલિયા ગામમાં રહેતી મેરિડિથ ટૈબોને 2019માં માત્ર 90 રૂપિયા (1.05 ડોલર)માં એક ઘર ખરીદ્યુ. પરંતુ તેના રિનોવેશન પર 4 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો. રિપોર્ટ મુજબ શિકાગો સાથે સંબંધ ધરાવતી મેરિડિથ ટૈબોન ફાઈનાન્શિયલ એડવાઈઝર છે.
નવાઈની વાત એ છે કે મેરિડિથ ટૈબોને ઘર જોયા વગર જ તેને ખરીદવા માટે બોલી લગાવી હતી. ટૈબોનનું કહેવું છે કે આ ઘર તેના પૂર્વજોની જમીન પર છે. 1908માં પરિવાર અમેરિકા જતો રહ્યો તે પહેલા વડવાઓ અહીં રહેતા હતા. આથી તે ક્યારેય વેચશે નહીં.
આથી જ્યારે ટૈબોનને તેના વિશે ખબર પડી તો તેણે જોયા વગર જ ઘર માટે બોલી લગાવી દીધી. મે 2019માં તેને નગર પાલિકા તરફથી એક ઈમેઈલ મળ્યો કે આ ઘર તેણે હરાજીમાં જીતી લીધુ છે. ઘરના માલિકીપણા માટે ટૈબોને 6200 ડોલર એટલે કે લગભગ 5 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા.
રિપોર્ટ મુજબ આ ઘર 17મી સદીનું છે. પાંચ વર્ષ પહેલા ટૈબોને જ્યારે આ ઘર ખરીદ્યું ત્યારે તેની હાલત ખુબ જ ખરાબ હતી. ઘરમાં વીજળી નહતી, કે પાણી પણ નહતું. એટલે સુધી કે ફર્શ પર કબૂતરોના મળ બે ફૂટ સુધી જામેલા હતા. ટૈબોને જણાવ્યું કે ઘર ખરીદ્યા બાદ તેને અનેકવાર નિરાશા પણ થઈ. પરંતુ તેણે તેને સુંદર ઘરમાં બદલવાનું સપનું ક્યારેય છોડ્યું નહીં. લગભગ 4 કરોડ રૂપિયા રિનોવેશન પર ખર્ચ કર્યા બાદ આ ઘર કોઈ મહેલથી કમ નથી.
ઘર ખરીદ્યા બાદ ટૈબોને મહેસૂસ કર્યું કે આ ખુબ નાનું છે. આથી તેણે તેની બાજુનું ઘર પણ ખરીદી લીધુ. બાદમાં ટેબૌને બંને ઘરોને જોડીને એક આલીશાન ઘર બનાવી લીધુ. આ સમગ્ર પ્રક્રિયામાં તેને ત્રણ વર્ષ કરતા વધુ સમય લાગ્યો. ટૈબોને શરૂઆતમાં રિનોવેશન પર 34 લાખ રૂપિયાના બજેટની યોજના ઘડી હતી. પરંતુ છેલ્લે લગભગ 4 કરોડ રૂપિયા જેટલા ખર્ચી નાખ્યા.
સૈંબુકા ગામ ઈટલીના ગ્રામીણ વિસ્તારોમાં છે. આ ગામ પહાડી વિસ્તારો અને મેડિટેરિનિયન સમુદ્રના નજારા માટે પ્રસિદ્ધ છે. આ ગામ અન્ય ગ્રામીણ વિસ્તારોની જેમ જનસંખ્યામાં ઘટાડાનો સામનો કરી રહ્યું છે. આવામાં સ્થાનિક પ્રશાસને આ ખાલી ઘરોને હરાજી કરાવવાનો નિર્ણય લીધો. જેથી કરીને ગામડાઓમાં પ્રાણ ફૂંકી શકાય. ટૈબોને આ અવસરનો ફાયદો ઉઠાવ્યો અને આ ઘરને ફક્ત 90 રૂપિયામાં ખરીદી લીધુ.