દીવના દરિયામાં મહિલા ડૂબી, હેલિકોપ્ટર અને ડ્રોનથી શરૂ કરાયું સર્ચ ઓપરેશન

Thu, 27 Jun 2024-10:34 am,

દીવના કૂદમ દરિયા કિનારે આવેલા ગાંગેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં ઘોઘલા ગામની મહિલા ખાબકી હોવાની આશંકા છે. ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડ ગ્નાપા ચોપર હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરા દ્વારા મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે. ગઈકાલ સાંજથી મહિલાને દરિયામાં શોધવામાં આવી રહી છે. આજે સવારથી ફરી શોધખોળ શરૂ કરાઈ છે. 

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો...24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં પડ્યો વરસાદ. 20 તાલુકામાં 1થી 4 ઈંચ સુધી વરસ્યો વરસાદ...સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો...કોડિનાર, ગોંડલમાં 3 ઈંચ વરસાદ...જેતપુર, સૂત્રાપાડા, કાલાવડ, મેંદરડામાં પોણા 2 ઈંચ વરસાદ.

ગીરસોમનાથના તાલાલા શહેર અને કોડીનારમાં વરસ્યો વરસાદ...ઘુસિયા, ધામનવા, આંબલાસ સહિતના ગામોમાં વરસાદ....સૂત્રાપાડાના બીજ, લાટી, બોડાસમાં પણ વરસાદ

ગીર પંથકમાં વધુ વરસાદ, મેંદરડામાં ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં નદીમાં આવ્યા નવા નીર, મેંદરડામાં મધુવંતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. ત્યારે દીવ શહેર, ઘોઘલા, વણાકબારા, નાગવા દગાચી સહિત દીવ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું

જૂનાગઢમાં વરસાદ વચ્ચે ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો આવ્યા સામે, દત્તાત્રેય મંદિર પાસે વાદળની સફેદ ચાદર છવાઈ, વરસાદી વાતાવરણ વચ્ચે કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું

ગીર સોમનાથના કોડીનાર શહેર અને આસપાસના ગામોમાં પડ્યો વરસાદ...કોડીનાર શહેરમાં ધોધમાર 1 ઈંચ વરસાદ ખાબક્યો...દેવળી, પીપળી, સિંધાજ સહિતના ગામોમાં પડ્યો વરસાદ...જયારે સુત્રાપાડા અને વેરાવળમાં અડધો ઈંચ વરસાદ પડ્યો...

ગિરનાર પર્વત ઉપર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી, ગિરનારના જંગલમાં વધુ વરસાદ નોંધાયો, પર્વત ઉપરના વરસાદના આહ્લાદક દ્રશ્યો આવ્યા સામે, અંબાજી મંદિરમાં દર્શન કરવા જતા ભાવિકોએ વરસાદ ની મજા માણી 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link