WPL 2023: હોટનેસમાં આ મહિલા ક્રિકેટરોનો કોઈ મુકાબલો નથી ! બોલિવૂડ સુંદરીઓને પણ આપે છે માત

Wed, 02 Aug 2023-11:40 am,

 Women’s Premier League 2023:  મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે મહિલા પ્રીમિયર લીગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. હાલમાં જ વુમન્સ પ્રીમિયર લીગ 2023 માટે મહિલા ખેલાડીઓની બોલી લાગી હતી, જેમાં કરોડો રૂપિયા ખર્ચીને મહિલા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવાની હોડ જામી હતી. આજે અમે તમને એવી મહિલા ક્રિકેટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મેદાનમાં શાનદાર રમતની સાથે પોતાની સુંદરતાના કારણે લાખો લોકોના દિલમાં રાજ  કરે છે. સૌથી પહેલા વાત કરીએ સ્મૃતિ મંધાનાની, મંધાના એક ભારતીય ક્રિકેટર છે જે તેની વિસ્ફોટક બેટિંગ અને ઉત્તમ ફિલ્ડિંગ માટે જાણીતી છે. તે ભારત માટે સતત પર્ફોમ રહી છે.

એમેલિયા કેર ન્યુઝીલેન્ડની એક યુવા અને પ્રતિભાશાળી ક્રિકેટર છે જે રમતમાં તેની ઓલરાઉન્ડ કુશળતા માટે જાણીતી છે. તે મહિલા ક્રિકેટની ઉભરતી સ્ટાર છે.

એલિસ પેરી એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે જે તેની અસાધારણ ઓલરાઉન્ડ કુશળતા માટે જાણીતી છે. તેણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણા એવોર્ડ જીત્યા છે.

હરલીન દેઓલ એક ઉભરતી ભારતીય ક્રિકેટર છે જે મહિલા ક્રિકેટ ટીમમાં તેની વિસ્ફોટક બેટિંગ અને એથ્લેટિક ફિલ્ડિંગ માટે જાણીતી છે.

હરમનપ્રીત કૌર એક ભારતીય ક્રિકેટર છે અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે, જે તેની આક્રમક બેટિંગ અને ઓલરાઉન્ડ કુશળતા માટે જાણીતી છે.

જેમિમાહ રોડ્રિગ્સ એક યુવા ભારતીય ક્રિકેટર છે જે તેની આક્રમક બેટિંગ અને એથ્લેટિક ફિલ્ડિંગ માટે જાણીતી છે. તેણે T20I અને ODI બંને ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

મેગ લેનિંગ એક પ્રતિભાશાળી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે, જેની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન થાય છે, તેના નામ પર અનેક રેકોર્ડ્સ અને સન્માનો છે.

તાન્યા ભાટિયા એક ભારતીય ક્રિકેટર છે, જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમે છે. તે તેની આક્રમક બેટિંગ અને ઝડપી વિકેટકીપીંગ માટે જાણીતી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link