વજન વધી જવાની ચિંતા સતાવે છે? આ 5 સ્ટ્રીટ ફૂડ બેધડક ખાઓ...મોટાપો દૂર રહેશે!
Dahi Bhalle: દહીંવડાના વડા દાળમાંથી બનેલા હોય છે. દાળને પીસીને તેના વડા બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને પાણીમાં પલાળવામાં આવે છે. જેનાથી તેનું તેલ નીકળી જાય છે. દાળમાંથી પ્રોટીન મળે છે. દહીં વડા સૌથી વધુ પસંદ કરાતા સ્ટ્રીટ ફૂડમાંથી એક છે.
Corn: મકાઈ સૌથી સ્વસ્થ સ્ટ્રીટ ફૂડ છે. જેને કોલસાના ઝાળમાં સેકવામાં આવે છે. તેના પર મસાલા અને લીંબુ લગાવીને તેનો સ્વાદ લેવામાં આવે છે. વરસાદની સીઝનમાં ખાસ કરીને લોકો તેને ખાવાનું પસંદ કરે છે અને શરદીમાં તેને ખાવાની મજા કઈક અલગ જ હોય છે.
Bhel Puri: મમરા, મગફળી, ડુંગળી, ટામેટા, કોથમીર, લીંબુથી ભરપૂર ભેલપૂરી બધાને ખુબ ભાવે છે. તે પણ ખુબ લાઈટ હોય છે અને જ્યારે ચટપટું ખાવાનું મન હોય તો સ્ટ્રીટ ફૂડમાંથી ભેળની યાદ સૌથી પહેલા આવે છે. જ્યારે પણ બહાર જાઓ તો ગલી, માર્કેટ દરેક જગ્યાએ તે મળી જાય છે.
Fruit Chaat: અલગ અલગ પ્રકારના ફળોના મિશ્રણથી ચાટ તૈયાર કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ હોય છે. તેને ખાવાથી લાંબા સમય સુધી કઈ બીજુ ખાવાનું મન થતું નથી અને તેમાં કોઈ પણ પ્રકારની ફેટ હોતી નથી.
Idli Sambar: સ્ટ્રીટ ફૂડ ખાવું હોય તો તમે ઈડલી સંભાર પણ ખાઈ શકો છો. તેનાથી વજન વધવાનો ખતરો પણ ઓછો રહે છે અને સાથે સાથે પૌષ્ટિક પણ રહે છે.
Dhokla: બહારનું ખાવાનું મન હોય અને તે પણ કઈક ખાટું મીઠું તો ઢોકળા પણ ટ્રાય કરી શકાય છે. તેમાં તળેલું બહું હોતું નથી કારણ કે તે સ્ટીમ કરીને બનાવવામાં આવે છે.