કેવી હોય છે અરબપતિ લોકોની પાર્ટીઓ? અંદરના નજારાના ખૂલ્યા પહેલીવાર સીક્રેટ રાજ!
હાલમાં એશલી મેયર્સે પોતાના પુસ્ત 'વેરી ઈમ્પોટેંટ પીપલ' માં આ સીક્રેટ વર્લ્ડની હકીકત દુનિયાની સામે લાવ્યા છે. ફોર્બ્સની એક રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક, લોસ એન્જલસ, મિયામી અને મોનાકો જેવા મોટા શહેરોમાં થનાર હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ સામાન્ય લોકોની પહોંચ બહાર છે. આ પાર્ટીઓ અમીરો માટે એક ખાસ દુનિયા બની ચૂકી છે. જ્યાં તે પોતાની દૌલત અને ઈજ્જત દેખાડે છે.
એશલી મેયર્સે જાતે આવી પાર્ટીઓમાં હાજરી આપીને જોયું છે કે ત્યાં ગર્લ્સનું શું મહત્વ છે. આવી પાર્ટીઓમાં ગર્લ્સનો મતલબ એટલે કે 16થી 25 વર્ષની પાતળી, લાંબી (ઓછામાં ઓછી 5 ફૂટ 9 ઈંચ) અને સૌથી વ્હાઈટ યુવતીઓ. તેણે ક્લબ્સ અને પાર્ટીઓની રોનક વધારવા માટે લાવવામાં આવે છે. આ પાર્ટીઓમાં કરોડોનો દારૂ અને શૈંપેન પર ખર્ચ કરવામાં આવે છે અને યુવતીઓને સજાવટના સામાન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
મેયર્સના પુસ્તકમાં એવું પણ જણાવ્યું છે કે કેવી રીતે કરોડપતિ અને અરબોપતિ આ પાર્ટીઓમાં એક રાતમાં 80 લાખ રૂપિયાથી લઈને 8 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. આ ખર્ચ થોડો ચોંકાવનારો છે અને એ સવાલ ઉભો કરે છે કે કોઈ આટલો ફાલતું ખર્ચ કેમ કરે છે?
એશલીએ ખુલાસો કર્યો છે કે આ પાર્ટીઓ ખુબ જ ગુપ્ત હોય છે. મોંઘા ક્લબ, ઉંચી એન્ટ્રી ફી અને કડક સિક્યોરિટી આ દુનિયાને બહારની નજરોથી બચાવે છે. આ 0.1ટકા અમીર લોકો આ બધું માત્ર એકબીજાને તેમની સંપત્તિ અને તાકાત દેખાડવા માટે કરે છે.
એશલીએ આ પાર્ટીઓને લગભગ નજીકથી જોઈ અને મહેસૂસ કર્યું છેકે આ દુનિયા ભલે ભવ્ય દેખાતી હોય, પરંતુ અંદરથી ખાલી છે. આ પાર્ટીઓમાં થતાં ખર્ચ અને દેખાડાની દુનિયા જ હોય છે.