હજુ 71 માળની આ ઈમારતના ઠેકાણા નથી અને પહેલાં જ 1134 કરોડ રૂપિયામાં વેચાયું પેન્ટહાઉસ
પામ જુમેરાહ આઇલેન્ડ પર લગભગ 2200 સ્ક્વેર ફૂટનું પેન્ટહાઉસ બનાવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે પેન્ટહાઉસ બનાવતા પહેલાં ખરીદદારો વચ્ચે સ્પર્ધા હતી. ખરીદદારોને કારણે પેન્ટહાઉસના ભાવમાં પણ વધારો થયો હતો. એક વ્યક્તિએ તેને 1134 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં આ અત્યાર સુધીનો સૌથી મોંઘો સોદો છે.
પામ જુમેરાહ પર બનેલા આ એપાર્ટમેન્ટમાં 2 BHK થી 5 BHK સુધીના ફ્લેટ છે, તેની ગણતરી દુબઈના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સમાં થાય છે. પામ જુમેરાહ પાણી પર તરતું શહેર છે. ખાસ વાત એ છે કે આ ટાપુ બનાવવા માટે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એપાર્ટમેન્ટના 71મા માળે પાંચ બેડરૂમનું પેન્ટહાઉસ બનાવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે જુમેરાહ દ્વીપને કૃત્રિમ રીતે વિકસાવવામાં આવ્યો છે. આ ટાપુ વિલા, લક્ઝુરિયસ હોટલ અને લક્ઝરી લાઈફ માટે જાણીતું છે.
તમારા મનમાં સવાલો ઉઠી રહ્યા હશે કે પામ જુમેરાહમાં બનવાના ફ્લેટની કિંમત શું હશે. અહીં તમે સાધારણથી લક્ઝરી ફ્લેટ ખરીદી શકો છો. સામાન્ય ફ્લેટની કિંમત 56 લાખ રૂપિયા છે અને 6 બેડરૂમના ફ્લેટની કિંમત 40 કરોડ રૂપિયા સુધી છે.
પામ જુમેરાહ પર ઘણા ભારતીય ઉદ્યોગપતિઓની મિલકતો છે, આ ટાપુને પામ વૃક્ષના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેનું બાંધકામ લગભગ 21 વર્ષ પહેલા શરૂ થયું હતું. લોકો અહીં લગભગ 14 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2007થી રહેવા લાગ્યા હતા.