Rocket Hit Moon: આજથી ત્રીજા દિવસે....ચંદ્ર અને રોકેટ વચ્ચે ટક્કર થશે, જાણો શું છે આ પાછળ ભારતનું કનેક્શન

Wed, 02 Mar 2022-5:12 pm,

21 જાન્યુઆરીએ બિલ ગ્રેએ પોતાના બ્લોગમાં લખ્યુ છે કે, 5 જાન્યુઆરીએ એક સ્પેસ જંક ચંદ્રની નજીકથી પસાર થશે. જે 4 માર્ચ 2022ના રોજ ચંદ્રની સપાટી સાથે ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વાતની પુષ્ટી હાવર્ડ યુનિવર્સિટીના એસ્ટ્રોફિઝિસિસ્ટ જોનાથન મૈક્ડૉવલે પોતાના ટ્વીટમાં પણ કરી છે.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફેબ્રુઆરી 2015 માં, એલોન મસ્કની કંપની સ્પેસએક્સે ફાલ્કન 9 રોકેટથી 1.5 મિલિયન કિલોમીટર દૂર પર્યાવરણની દેખરેખ માટે ઉપગ્રહ પહોંચાડ્યો હતો. હવે તેવી આશા છે કે 4 માર્ચ, 2022ના રોજ આ રોકેટ 9288 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્રની સપાટી પર ટકરાશે. નિયર અર્થ ઓબ્જેક્ટ્સને ટ્રેક કરતા ખગોળશાસ્ત્રી બિલ ગ્રેએ આ દાવો કર્યો છે.

રોકેટનો ભાગ લગભગ 9,288 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર પર ટકરાશે. આ રોકેટ 7 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ અંતરિક્ષમાં પર્યાવરણ પર નજર રાખવાવાળા સેટેલાઈટ લઈને પહોંચ્યુ હતું. પરંતુ ત્યારબાદ અવકાશમાં વિચિત્ર ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરીને રોકેટ ચંદ્ર તરફ વળ્યું છે.

નાસાનું કહેવું છે કે આ ઘટના સમયે LRO ત્યાં હાજર નહીં હોય. પરંતુ તે ઘટનાની અસરને શોધીને ટ્રેક કરી શકશે. નવા અને જૂના ખાડાઓની ઓળખ કરી શકશે. કારણકે જો રોકેટનો ભાગ ચંદ્રની સપાટી પર અથડાશે તો ચોક્કસથી ખાડો બની જશે.

માત્ર ભારતીય ચંદ્રયાન-2 અથવા અમેરિકન લુનર રિકોનિસન્સ ઓર્બિટર જ આ રોકેટ ચંદ્ર પર ટકરાવાની ઘટનાની સ્પષ્ટ તસવીરો લઈ શકે છે. આ બંને અવકાશયાન ચંદ્રની સપાટીની સુંદર તસવીરો લેવામાં સક્ષમ છે.

ચીનનું ચાંગઈ 5-T1 મિશન વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ ડિસેમ્બર 2020માં ચંદ્રની સપાટી પરથી માટી પૃથ્વી પર લાવવામાં આવી હતી. પરંતુ 21 ફેબ્રુઆરી 2022ના રોજ, ચીને સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે તે તેમનું રોકેટ નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link