આ છે વિશ્વનો સૌથી ધનવાન સ્ટાર, કરિયરમાં માત્ર બનાવી 6 ફિલ્મો, બની ગયો ₹80,000 કરોડનો માલિક

Fri, 18 Oct 2024-6:13 pm,

શું તમે જાણો છો સૌથી ધનીક સેલિબ્રિટી કોણ છે? તે ધનીક જેની સંપત્તિ ગણતા-ગણતા 100 લોકો પણ ઓછા પડી જાય. રસપ્રદ વાત છે કે આ ધનવાન સિતારો ન કોઈ એક્ટર છે ન કોઈ અભિનેત્રી. આ વ્યક્તિની નેટવર્થ 9.4 બિલિયન ડોલર છે, એટલે કે 80 હજાર કરોડ રૂપિયાની આસપાસ. તો આવો આજે અમે તમને તેના વિશે જણાવીએ.

આ કોઈ અન્ય નહીં પરંતુ અમેરિકી ફિલ્મમેકર જોર્જ લુકાસ છે. જેણે કરિયરમાં માત્ર છ ફિલ્મો બનાવી છે. પરંતુ તે વિશ્વના સૌથી ધનીક સેલિબ્રિટી છે. આ દાવો બ્લૂમબર્ગના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જેમાં જોર્જ લુકાસની નેટવર્ત ઓક્ટોબર 2024 સુધી 7.7 બિલિયન ડોલર તો એક બીજા સોર્સથી તેની સંપત્તિ 9.4 બિલિયન ડોલર જણાવવામાં આવી છે. જોર્જ લુકાસ સંપત્તિના મામલામાં વિશ્વના નામચિન્હ લોકોને પાછળ છોડી દે છે. તે ભલે જે ઝેડ, મેડોના, ટેલર સ્વિફ્ટ કે પછી રિહાના કેમ ન હોય.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે જ્યોર્જ લુકાસ તેના દિગ્દર્શન માટે જાણીતા છે. પરંતુ તેણે પોતાના કરિયરમાં માત્ર 6 ફિલ્મો જ ડિરેક્ટ કરી છે. આમાં THX 1138 (1971), અમેરિકન ગ્રેફિટી (1973), સ્ટાર વોર્સ (1977) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સ્ટાર વોર્સના અત્યાર સુધી ત્રણ ભાગ થઈ ચૂક્યા છે. તેની છેલ્લી ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી.

હવે લોકો વિચારમાં પડી જશે કે માત્ર 6 ફિલ્મોથી આટલા ધનીક કેમ બની શકાય. જોર્જ લુકાસની આટલી સંપત્તિ માત્રને માત્ર મનોરંજન ઈન્ડસ્ટ્રીઝી થઈ છે. તેના ધનવાન બનવા પાછળ બે મોટી ફ્રેન્ચાઇઝી મહત્વનું કારણ છે. તે દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી સ્ટાર વોર્સ અને ઈન્ડિયાના જોનસના ક્રિએટર અને નિર્માતા છે.   

बात करें स्टार वॉर्स फ्रैंचाइजी की तो इसने दुनियाभर में 50 बिलियन डॉलर से भी ज्यादा की कमाई की. एक प्रोड्यूसर के तौर पर लुकास को आज भी इससे काफी रॉयल्टी मिली है. वहीं इंडियाना जोन्स फ्रेंचाइजी की बात करें तो इसने भी अरबों रुपये छापे हैं और आज भी लोगों के बीच इसकी लोकप्रियता जरा कम नहीं हुई हैं.

આજે, જ્યોર્જ લુકાસ વિડિયો ગેમ `લુકાસઆર્ટ્સ`, વિઝ્યુઅલ ઇફેક્ટ કંપની ઇન્ડસ્ટ્રિયલ લાઇટ એન્ડ મેજિક અને ઑડિયો કંપની THX ના માલિક પણ છે. આ સિવાય લુકાસે સ્ટાર વોર્સની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ડિઝનીને વેચી દીધી હતી. પરંતુ આજે પણ તે કરાર મુજબ તેમાંથી રોયલ્ટી મેળવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link