Summer Travel Tips: ઉનાળામાં આ 6 જગ્યાએ ભૂલથી પણ પગ ન મૂકતા, નહીંતર પસ્તાશો!

Tue, 21 May 2024-4:36 pm,

કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન વાધ માટે પ્રસિદ્ધ છે, પરંતુ ગરમીની સિઝનમાં જંગલ સફારી કરવો ખતરાથી ખાલી નથી. ગરમીમાં વાઘ અને અન્ય જંગલી જાનવર સામાન્ય રીતે આરામ કરે છે. જેથી તેમને જોવાની સંભાવના ઓછી થઇ જાય છે. સાથે જ ગરમી જંગલમાં ટ્રેકિંગને પણ મુશ્કેલ બનાવી દે છે. 

દાર્જિલિંગની સુંદર ખીણો પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ ઉનાળાના મહિનાઓમાં અહીં ગાઢ ધુમ્મસ જોવાનો આનંદ ઓછો કરી દે છે. ઉપરાંત, મે-જૂનમાં અહીં અચાનક વરસાદ પડી શકે છે, જે તમારી સફર બગાડી શકે છે.

ગોવા સમુદ્ર કિનારા માટે ફેમસ છે, પરંતુ એપ્રિલથી મે મહિનામાં અહીંનું વાતાવરણ સારું હોતું નથી. ભારે તડકા ઉપરાંત આ મહિનામાં સમુદ્રમાં જીવો સડવાની વાસ આવે છે. સાથે જ અહીં હ્યુમિડિટી હાલત ખરાબ કરી દે છે. 

કચ્છનું રણ પોતાના સફેદ રણના લીધે ફેમસ છે. જોકે મોનસૂન બાદનો સમય અહીં ફરવા માટે સારો હોય છે. પરંતુ ગરમીના મહિનામાં તાપમાન ખૂબ વધી જાય છે અને ભારે તડકો રણની રેતને વધુ ગરમ કરી દે છે. 

આગરાનો તાજમહેલ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ ગરમીમાં અહીં ફરવું મુશ્કેલ હોઇ શકે છે. ભીષણ ગરમીના કારણે સંગેમરમરનું તાપમાન ઝડપથી વધી જાય છે, જેથી દર્શન દરમિયના પરેશાની થાય છે. 

રાજસ્થાન પોતાની ભવ્યતા અને શાહી ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે, પરંતુ ગરમીના મહિનામાં અહીંનું તાપમાન 45°C થી પણ ઉપર જતું રહે છે. ભારે તડકો અને બફારા ભરેલી ગરમીનો આનંદ ઓછો કરી દે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link