Yearender 2018 : બોક્સઓફિસ પર આ ફિલ્મોએ કર્યો ધબડકો
2018ની બહુ ગાજેલી ફિલ્મ ઝીરો તેના નામ પ્રમાણે જ બોક્સઓફિસ પર ઝીર સાબિત થઈ હતી. શાહરૂખ ખાનને વામન લુકમાં ચમકાવતી આ ફિલ્મમાં અનુષ્કા શેટ્ટી અને કેટરિના કૈફનું ગ્લેમર હોવા છતાં એ દર્શકોને આકર્ષવામાં ઉણી સાબિત થઈ હતી.
આમિર ખાન જેવા પર્ફેક્શનિસ્ટ અને અમિતાભ બચ્ચ્ચન જેવા દિગ્ગજ કલાકારોને સાથે ચમકાવતી યશરાજ ફિલ્મ્સની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન સાવ કંગાળ સાબિત થઈ હતી. હોલિવૂડ ફિલ્મ The Pirates of The Carribeanની છાંટ ધરાવતી આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ સાબિત થઈ હતી.
બોલિવૂડના ચોકલેટ બોય ગણાતા શાહિદ કપૂરે બત્તી ગુલ મીટર ચાલુથી અલગ ચીલો ચાતરવાનો પ્રયાસ કર્યો હતો પણ આ ફિલ્મને સાવ નિષ્ફળતા મળી હતી. શાહિદની પદ્માવત સફળ થઈ હતી પણ તેના પાત્રની ખાસ ચર્ચા નહોતી થઈ અને બધી પ્રશંસા વિલનનું પાત્ર ભજવનાર રણવીર સિંહ લઈ ગયો હતો. શાહિદની બત્તી ગુલ મીટર ચાલુ દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ હતી.
હોલિવૂડની ફિલ્મ Everybody`s famous પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી ફન્ને ખાનમાં ઐશ્વર્યા રાય, અનિલ કપૂર અને રાજકુમાર રાવ જેવા ધરખમ કલાકારો હોવા છતાં ફિલ્મની વાર્તા આઉટ ઓફ ટ્યૂન હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર, ઐશ્વર્યા રાય અને રાજકુમાર રાવ જેવ કલાકારોને વેડફી નાખવામાં આવ્યા હતા.
બહુ ગાજેલી ફિલ્મ રેસ 3ને જોવા માટે દર્શકો બહુ આતુર હતા અને તેમણે થિયેટર્સમાં દોડ મૂકી હતી. જોકે સલમાન ખાન જેવો સ્ટાર હોવા છતાં રેસ 3 તેની કંગાળ ટ્રીટમેન્ટને કારણે મજાકનું પાત્ર બની ગઈ હતી.
આ ફિલ્મનું ટ્રેલર અને સ્ટારકાસ્ટ જોરદાર હોવા છતાં આ ફિલ્મ જબરદસ્ત રીતે કંટાળાજનક સાબિત થઈ હતી. નીરજ પાંડે જેવા ટેલેન્ટેડ ડિરેક્ટરે બનાવેલી આ ફિલ્મે તેને ચાહકોને સાવ નિરાશ કર્યા હતા.