Yearly Horoscope 2021: કઈ રાશિના જાતકો માટે નવું વર્ષ લાભકારી રહેશે અને કોણે રહેવું પડશે સાવધ તે ખાસ જાણો
વર્ષ 2021 મેષ રાશિ માટે ઉત્તમ રહેશે. શારિરીક કષ્ટ સહન કરવું પડી શકે. આર્થિક રીતે આપની સ્થિતિ સારી રહેશે. નોકરી-ધંધામાં આગળ વધી શકો છો. લાલ, સફેદ અને પીળો રંગ આપના માટે શુભ.
આપના માટે 2021 ભાગ્યની પ્રબળતાનું વર્ષ. નવા વર્ષમાં આપનું મનોબળ ઊંચું રહેશે. શુક્ર અને શનિને કારણે વેપારમાં વૃદ્ધિ થઈ શકે. ગુલાબી, સફેદ અને લીલો આપના માટે શુભ. 5, 6, 32, 33 અને 41 આપના માટે શુભ નંબર.
મોટા કામની શરૂઆત એપ્રિલ બાદ કરજો. શનિ વર્ષભર અષ્ટમ ભાવમાં બિરાજમાન રહેશે. તમારા કેટલાક કામમાં રૂકાવટ આવી શકે. બિનજરૂરી ચર્ચાઓમાં મૌન રહેવા સલાહ. લીલો અને પીળો રંગ આપના માટે શુભ.
શનિ સપ્તમ ભાવમાં વર્ષભર બિરાજમાન રહેશે. શરૂઆતના મહિનામાં સ્વાસ્થ્યમાં ધ્યાન આપવાની જરૂર. એપ્રિલથી ડિસેમ્બર સુધી આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. સફેદ, પીળો, ક્રીમ અને લાલ રંગ આપના માટે શુભ. 2 અને 9 નંબર કર્ક રાશિવાળા લોકો માટે શુભ.
શનિ અને ગુરુ આપના છઠ્ઠા ભાવમાં યુતિ કરશે. આ વર્ષે તમે સફળતા તરફ આગળ વધશો. નોકરી અને વેપારની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે. મહેનત કરશો તો કિસ્મત આપશે તમારો સાથ. લાલ અને નારંગી રંગ આપના માટે શુભ.
આ વર્ષ આપના માટે શુભ અવસર લાવશે. આપને ઉપલબ્ધિઓ મળશે અને વિકાસ થશે. સૂર્ય અને ગુરુની કૃપાથી વર્ષભર શુભ ફળ મળશે. વર્ષની શરૂઆતના મહિના ખૂબ જ સારા રહેશે. લીલો, વાદળી, સફેદ અને પીળો રંહ આપના માટે શુભ.
વર્ષની શરૂઆતમાં ધૈર્ય રાખવાની જરૂર. જૂન મહિના બાદ પરિસ્થિતિ વધુ સારી થશે. સંતુલન અને સતર્કતા સાથે આગળ વધો. આ વર્ષે આર્થિક રીતે આપ વધુ મજબૂત થશે. નારંગી, સફેદ અને વાદળી રંગ આપના માટે શુભ.
શનિદેવ આપના ત્રીજા ભાવમાં વર્ષભર બિરાજમાન રહેશે. આ વર્ષે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. શરૂઆતાના મહિનામાં કરો મહત્વપૂર્ણ કાર્યોની શરૂઆત. પ્રેમ પક્ષ સાધારણ રહેશે, અતિઉત્સાહથી બચજો. સફેદ, લાલ અને નારંગી આપના માટે શુભ.
2021માં ધન રાશિ બીજા ભાવમાં બિરાજમાન થશે. આ વર્ષે ધન રાશિવાળાઓને ધનલાભ થશે. માન-સન્માન વધશે અને આર્થિક વૃદ્ધિ થશે. નવા વર્ષમાં પ્રેમ સંબંધોમાં નવોત્સાહ રહેશે. પીળો, નારંગી અને લીલો રંગ આપના માટે શુભ.
શનિ આપની રાશિમાં વર્ષભર બિરાજમાન રહેશે. સાહસ અને સમજદારી સાથે આગળ વધો. આ વર્ષે આપના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કાળો અને ભૂરો રંગ આપના માટે શુભ. 6, 5, 8, 23 અને 35 આપના માટે શુભ નંબર.
આ વર્ષે તમારી મોટા ભાગની ઈચ્છા પૂરી થશે. આ વર્ષે તમને સામાન્ય ધન લાભ થઈ શકે. એપ્રિલ પછી સમય વધુ સકારાત્મક રહેશે. શૈક્ષણિક સત્રમાં પરિણામ વધુ સકારાત્મક રહેશે. 3, 9, 7, 12, 16 અને 18 આપના માટે શુભ રંગ.
શનિ તમારા એકાદશ ભાવમાં બિરાજમાન થશે. ગુરુની કૃપાથી તમારા રોકાયેલા કામો પૂરા થશે. આ વર્ષે તમે આર્થિક રૂપે વધુ મજબૂત થશે. તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે. 3, 7, 12 અને 34 આપના માટે શુભ રંગ.