Yearly Horoscope: વિદેશ જવાનું સપનું થશે પૂરુ, નોકરીમાં મળશે પ્રમોશન, જાણો મકર રાશિના જાતકો માટે કેવું રહેશે નવું વર્ષ
તા. ૧૪-૫-૨૦૨૫થી મિથુન રાશિ નો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુભાવે આવે જે શારીરિક સમસ્યા તેમજ અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસ ઘાત ના યોગ બનાવે નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું આવક ઘટે
વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી બીજા ધનભાવે ભ્રમણ કરે છે અહીં તમારે સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે શારીરિક -માનસિક ચિંતા બેચેની આપે તમારે અનેક તકલીફોનો સામનો કરવી પડે ઉતરતી પનોતી માં ધીરજ પૂર્વક સમય પસાર કરવો મોટા સાહસ કે મોટા ખર્ચ થી બચવું કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે
તા. ૨૯-૦૩-૨૦૨૫થી શનિ તમારી રાશિ થી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે. તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે રોકાયેલા કાર્યો પૂરા થશે લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે ફરી સાહસિક કર્યો દ્વારા પ્રગતિ થશે વેપાર ધંધા નોકરીમાં ધન લાગતા યોગ ઊભા થશે એકંદરે સારી સફળતા મળે યશ નામ મળે
સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆત એ બેચેની ચિંતા અને તકલીફો લાવનારું બને. પરંતુ માર્ચ ૨૦૨૫ થી તમામ સમસ્યાઓનો અંત આવે સારા ધન યોગ ઉભા થાય ક્લેશ દૂર થાય રોકાયેલા કાર્યો પૂરા થતા જણાય
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ ની શરૂઆત ઉત્તમ થવાની છે સફળતા મળશે થોડું પરિશ્રમ કરવાવાળું વર્ષ ગણાય માર્ચ ૨૦૨૫ બાદ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ માટે તમારે કમર કસવી પડશેખૂબ વધુ મહેનત બાદ સફળતા મેળવી શકશો.વર્ષના અંતમાં થોડી કઠિનાઈ ઊભી થઈ શકે
જ્યોતિષી ચેતન પટેલ