2025ની 4 સૌથી વધુ ભાગ્યશાળી રાશિઓ, અપાર આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ, માન-સન્માન વધે, વિરોધીઓ નતમસ્તક થશે
જ્યોતિષી ચેતન પટેલ: વર્ષ 2025માં અનેક મોટા ગ્રહોનું પરિવર્તન થશે આ પરિવર્તનથી અનેક રાશિઓ માટે સારા યોગ બનશે. જેના કારણે તેમને કરિયર,આર્થિક અને લવલાઈફમાં લાભ મળશે. બધુ મળીને આ રાશિઓ વર્ષ 2025ની સૌથી ભાગ્યશાળી રાશિઓ ગણાશે. જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યાં મુજબ એવી અનેક રાશિઓ છે જે વર્ષ 2025માં સૌથી વધુ ભાગ્યશાળી રહેશે. નવા વર્ષમાં શનિ 30 વર્ષ બાદ પોતાની કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત ગુરુ પણ વર્ષ 2025માં મિથુન રાશિમાં પહોંચશે જ્યારે રાહુ અને કેતુનું પણ રાશિ પરિવર્તન થશે. વર્ષ 2025ની લકી રાશિઓ ખાસ જાણો.
વૃષભ રાશિ: વર્ષની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિનો તમારી રાશિથી પહેલા દેહ ભાવમાં રહેશે, જે નોકરી ધંધામાં નાનો મોટો આર્થિક અવરોધ કે ભય ઊભો થાય. ખર્ચ પર કાબુ રાખો. નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર ના કરવા. તા. ૧૪-૦૫-૨૦૨૫થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી બીજા ઘનભાવે રહેશે. જે આર્થિક બાબતો માટે શુભ બનતો જશે. રોકાયેલા કાર્યો પૂરા થશે કુટુંબમાં વડીલ તરફથી ધન કે સંપત્તિ મેળવવાના બને. આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી થતી જશે. વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં હોઈ તમારા દસમા કર્મ સ્થાને રહેશે, જે નોકરી વ્યવસાયમાં લાભ આપે. આવકની સ્થિરતા રહે મનની શાંતિ આપે, થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ મળે. તા. ૨૯-૦૩-૨૦૨૫થી શનિ તમારી રાશિ થી અગિયારમા લાભ ભાવે રહેશે, જેની તમારા સુખમાં વધારો થાય. દરેક કામમાં વિલંબ દૂર થાય સફળતા મળે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થાય. સ્ત્રીઓ માટે આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય. પણ માર્ચ ૨૦૨૫ થી ખુબ સારો સમય શરૂ થાય, જે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે, દરેક કાર્યો માં લાભ આપે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શરૂમાં કઠિન ઈતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે. માર્ચ ૨૦૨૫ થી સમય સુધરી જશે પરિણામ સારું આવશે ઉચ્ચ અભ્યાસના યોગ પણ સારા રહે.
કન્યા રાશિ: વૃષભનો ગુરુ વર્ષની શરૂઆતમાં તમારી રાશિ થી નવમાં ભાવે ભ્રમણ કરશે. જે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતાના યોગ બનાવે છે. ભાગ્યોદય થઈ શકે. મોટો ધનલાભ પણ થાય, વિદેશ જવાના યોગ ઊભા થાય. લગ્નના યોગ બને સંતાન પ્રાપ્તિના પણ યોગ બને . તા.૧૪-૫-૨૦ ૨૫થી મિથુન ગુરૂ તમારી રાશિથી દસમા કર્મભાવે આવશે. જે નોકરી ધંધામાં નાના-મોટા ફેરફાર અને પ્રવાસના યોગ ઊભા કરે આવકનું પ્રમાણ બધી શકે જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થાય. વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે. શનિ આ સ્થાનમાં અનુકૂળ છે. કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરેમાં જીત થાય મોટા આર્થિક લાભ મળે શત્રુ વિજય યોગ થાય ધંધાકીય મુસાફરીના યોગ બને. તા. ૨૯-૦૩-૨૦૨૫થી મીન રાશિનો શનિ તમારી રાશિથી સાતમા ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે, જેથી લગ્ન જીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી. પેટની ગરબડ કે સમસ્યા થઈ શકે આરોગ્ય સાચવવું. સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાયી ગણાય. વર્ષની મધ્યથી આરોગ્ય સુધરતું જણાય, નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થાય. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થાય. મહેનત ના પ્રમાણમાં ધાર્યું ફળ પ્રાપ્ત થાય. વિદેશ જવાના યોગ ઊભા થઈ શકે. હરિફાઈ માં જીતની પ્રાપ્તિ થાય.
મકર રાશિ : વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરશે જે નોકરી તેમજ વ્યવસાયમાં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિના યોગ ઊભા કરશેય જીવનમાં સુખ સફળતા મળે. સંતાનોના પ્રશ્નો હલ થાય નોકરીમાં પ્રમોશનના યોગ થાય, વિદેશ જવાનું સપનું પૂરું થાય. તા. ૧૪-૫-૨૦૨૫થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુભાવે આવે જે શારીરિક સમસ્યા તેમજ અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસ ઘાતના યોગ બનાવે નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું આવક ઘટે. વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી બીજા ધનભાવે ભ્રમણ કરે છે. અહીં તમારે સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે, જે શારીરિક -માનસિક ચિંતા બેચેની આપે. તમારે અનેક તકલીફોનો સામનો કરવી પડે. ઉતરતી પનોતીમાં ધીરજ પૂર્વક સમય પસાર કરવો. મોટા સાહસ કે મોટા ખર્ચ થી બચવું, કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં, પનોતીનો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે. તા. ૨૯-૦૩-૨૦૨૫થી શનિ તમારી રાશિ થી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે. તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે, રોકાયેલા કાર્યો પૂરા થશે, લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે ફરી સાહસિક કર્યો દ્વારા પ્રગતિ થશે, વેપાર ધંધા નોકરીમાં ધન લાગતા યોગ ઊભા થશે. એકંદરે સારી સફળતા મળે યશ નામ મળે. સ્ત્રીઓ માટે આ વર્ષ શરૂઆત એ બેચેની ચિંતા અને તકલીફો લાવનારું બને. પરંતુ માર્ચ ૨૦૨૫થી તમામ સમસ્યાઓનો અંત આવે સારા ધન યોગ ઉભા થાય ક્લેશ દૂર થાય રોકાયેલા કાર્યો પૂરા થતા જણાય. વિદ્યાર્થીઓ માટે આ વર્ષની શરૂઆત ઉત્તમ થવાની છે, સફળતા મળશે થોડું પરિશ્રમ કરવાવાળું વર્ષ ગણાય. માર્ચ ૨૦૨૫ બાદ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ માટે તમારે કમર કસવી પડશે. ખૂબ વધુ મહેનત બાદ સફળતા મેળવી શકશો. વર્ષના અંતમાં થોડી કઠિનાઈ ઊભી થઈ શકે.
કુંભ રાશિ: વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે, સફળતા પ્રાપ્તિ કરાવે, કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ કરાવે, જમીન મિલકત પ્રોપર્ટીના લાભ કરાવે. તા. ૧૪-૫-૨૦૨૫થી ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવરો જે સુખ સફળતાના યોગ ઊભા કરે, સંતાન પ્રાપ્તિના યોગ થાય બાળકોના પ્રશ્નો પુરા થાય. ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ બને. વર્ષની શરૂઆતમાં કુંભના શનિથી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાપે છાતી પરથી પસાર થશે, જે વેપાર ધંધા નોકરી માટે લક્ષ્મી દાયક કે ધન દાયક ગણાય. પરંતુ પનોતી હોવાથી શારીરિક માનસિક ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરે. રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે. પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે. તા. ૨૯-૦૩-૨૫ થી શત્તિ તમારી રાશિ થી બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનીતીનો ત્રીજો અને છેલ્લો તઠાલકો રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે જે પણ એકંદરે લાભદાયી રહેશે. રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે, વારસાગત લાભ અપાવે જમીન મકાન પ્રોપર્ટીથી ધન લાભ થાય શનિ ઉપાસના શરૂ રાખવી. વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબુ રાખવો. સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાય પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના શરૂ રાખવી તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે શારીરિક સમસ્યા દૂર થશે. વિદ્યાર્થીનો માટે આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા એવું નિશ્ચિત સ્થળ આપશે ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે. પાસ થવામાં મુશ્કેલી નહીં રહે પરંતુ માર્ક ઓછા રહેશે ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં કઠિનાઈથી સફળતા મળે એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.