Sana Marin: યંગ અને ડેસિંગ PM ફરી ઘેરાયા વિવાદોમાં, પાર્ટીમાં દારૂ પીધો હોવાનો વીડિયો વાયરલ
ફ્રી ટાઈમમાં મસ્તી માટે જાણીતા દુનિયાની સૌથી યુવા પ્રધાનમંત્રી સના મરીન વિવાદોમાં ઘેરાઈ છે. આવો જાણીએ પીએમ સના મરીન વિશે કેટલીક મહત્વની જાણકારીઓ. તો સના મિરલા મરીનનો જન્મ 16 નવેમ્બર 1985 માં થયો. તેઓ ફિનલેન્ડની નેતા છે. સના 2019 થી ફિનલેન્ડની સત્તા સંભાળી રહ્યા છે.
ફિનલેન્ડના પીએમ સના મરીનની એક ખાનગી પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ દારૂના નશામાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી. પાર્ટીમાં તેમના કેટલાક ખાસ મિત્રો પણ હાજર હતા. આ વીડિયો સામે આવ્યા બાદ તેમના પર ડ્રગ્સ સેવનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
મીડિયાના સવાલોના જવાબ આપતા સનાએ પોતાનો બચાવ કરતા કહ્યું- મારું પણ એક પારિવારિક જીવન છે, જેમાં હું મારા મિત્રો સાથે સમય પસાર કરું છું. પાર્ટીના વીડિયો વિશે મને ખબર હતી પરંતુ તે સાર્વજનિક કરવા પર મને ખુબ જ વધારે દુ:ખ થયું છે. આ કરી કેટલાકલોકોએ મારી ઇમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રધાનમંત્રી સના મરીનને પાર્ટી કરતા વીડિયો વાયરલ થયા બાદ ફિનલેન્ડમાં નવો વિવાદ ઉભો થયો છે. ફિનલેન્ડના વિપક્ષી નેતાઓએ વીડિયોને લઇને સના મરીન પર નિશાન સાધ્યું છે. ફિનલેન્ડના વિપક્ષી નેતા રીકા પૂરોએ સના મરીનના વીડિયો લીક મામલે કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, પીએમ સના મરીનને ડ્રગ્સ ટેસ્ટ કરવું જોઇએ.
સના મરીને વધુમાં એમ પણ કહ્યું કે, હા મેં પાર્ટી કરી હતી. ડાન્સ પણ કર્યો અને ગીત પણ ગાયું હતું. ક્યારે પણ એવા સમય આવ્યો નથી. જ્યારે મને ડ્રગ્સ લેતા જોવામાં આવી હોય. મારા લીક વીડિયો પબ્લિક કરવાથી મને ખુબ જ દુ:ખ થયું છે.
જોકે, સના મરીને કહ્યું છે કે તેમણે માત્ર દારૂ પીધો હતો. તેમણે ક્યારે પણ ડ્રગ્સનું સેવન કર્યું નથી. તેમણે વાયરલ થયેલા વીડિયોને લઇને ઘણી વખત સ્પષ્ટતા કરી છે.
વીડિયોમાં તેમના ડાન્સ પર કેટલાક લોકોએ એક પ્રધાનમંત્રી માટે અયોગ્ય વર્તન કહીને સના મરીનની ટિકા કરી છે. જ્યારે અન્ય લોકોએ મિત્રો સાથે એક ખાનગી કાર્યક્રમનો આનંદ લેવાના તેમના અધિકારનો બચાવ કર્યો છે.
થોડા સમય પહેલા જુલાઈમાં તેમના ઘર પર લેવામાં આવેલી કેટલીક તસવીરો માટે પણ સના મરીનને માફી માંગવા માટે મજબૂર થવું પડ્યું હતું. તેમાં બે મહિલાઓ આપત્તિજનક હરકતો કરી રહી હતી. આ તસવીરોને સૌથી પહેલા એક ટિકટોક એકાઉન્ટ પર એક પૂર્વ મિસ ફિનલેન્ડ સ્પર્ધકે શેર કરી હતી. જે પોતે ફોટોમાં જોવા મળી રહી હતી. હાલ વીડિયો સાથે જોડાયેલા વિવાદ દરમિયાન મરીનની પાર્ટીએ તેમનું સમર્થન કર્યું હતું.
ત્યારે બીજી તરફ સ્થાનીક મીડિયાનું કહેવું છે કે, આ અઠવાડિયામાં સાર્વજનિક થયેલી નવી તસવીરોના કારણે સોશિયલ ડેમોક્રેટ્સની અંદર તેમની ટિકા વધી રહી છે. એક અખબારે એસડીપી સાંસદો સાથે વાત કર્યા બાદ મંગળવારના લખ્યું કે આમ તો સના મરીન ખુબ જ લોકપ્રિય છે, પરંતુ વારંવાર થતા સ્કેન્ડલથી પાર્ટીની અંદર નિરાશા વધી રહી છે.