50 કલાક સુધી જમીનમાં જીવતો દફન થયો યૂટ્યૂબર, વાયરલ થયો વીડિયો
જમીનની અંદર જીવતા દફન થતી વખતે મિસ્ટ બીસ્ટએ પોતાની સાથે જરૂરિયાતનો સામાન સાથે રાખ્યો હતો.
અમેરિકીના યૂટ્યૂબર જિમ્મી ડોનાલ્ડસન મિસ્ટર બીસ્ટના નામે પોતાની યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. જીવતા દફન થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
મિસ્ટ બીસ્ટ (MrBeast) લગભગ 50 કલાક સુધી એક તાબૂતની અંદર જમીનમાં દફન રહ્યા. આ તાબૂતમાં કેમેરા લાગેલા હતા. જેના દ્રારા અલગ-અલગ રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે.
લગભગ બે દિવસ તે જમીન અંદર દફન રહ્યા અને આ સમગ્ર ઘટનાને તમે થોડી મિનિટના યૂટ્યૂબ વીડિયોમાં જોઇ શકો છો.
તે એક ડિવાઇસની મદદથી બહાર હાજર પોતાના મિત્રો સાથે પણ વાત કરી રહ્યા છે. આ વીડિયોને સાડા 5 કરોડથી વધુ વાર જોવામાં આવ્યો છે. જોકે મિસ્ટર બીસ્ટ પોતે માને છે કે આ પાગલપણા ભરેલું કામ હતું. (Photo: MrBeast YouTube)