ભારત-પાકિસ્તાન ભાગલા વખતે પેન, પાઘડી, બલ્બ, લાકડી કઈ-કઈ વસ્તુઓનો પડ્યો હતો ભાગ?

Tue, 12 Dec 2023-10:55 am,

વર્ષ 1948માં 'ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ'માં, યાકુબ ખાનને પાકિસ્તાન તરફથી કાશ્મીરનો મોરચો સંભાળવા આપ્યો. જ્યારે ભારતીય સેનાનું નેતૃત્વ ગઢવાલ રેજિમેન્ટના ‘યુનુસ ખાન’ કરી રહ્યા હતા, જે 'યાકુબ ખાન' ના મોટા ભાઈ હતા. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વને કારણે, 'ગુપ્તચર વિભાગ'માંથી કોઈપણ રેકોર્ડનાં ભાગલા પાડવામાં આવ્યા ન હતા. ગુપ્તચર વિભાગના કર્મચારીઓએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે, વિભાગનું એક પણ કાગળ કે પેનને પાકિસ્તાન નહીં જવા દેવામાં આવે.

મેજર યાકુબ ખાન મૂંઝવણમાં હતા કે, ભારત અને પાકિસ્તાનમાંથી કોની પસંદગી કરવી? યાકુબ ખાન રામપુરના રાજવી પરિવારમાંથી હતા. પરંતુ તેમણે એવુ વિચારીને પાકિસ્તાન જવાનું પસંદ કર્યુ કે, સમયાંતરે તેઓ પોતાની માતા અને પરિવારને મળવા ભારત આવતા-જતા રહેશે. પરંતુ, આમ થવુ શક્ય ન બની શક્યું.

ભારત-પાકિસ્તાનનાં ભાગલા દરમિયાન પાઘડી, બલ્બ, પેન, લાકડી, વાંસળી, ટેબલ, ખુરશી, રાયફલ વગેરે જેવી નાની વસ્તુઓના પણ ભાગલા પડ્યા હતા. તે સમયે સરકારી કચેરીમાં મુકાયેલાં ટાઈપ રાઈટરના પણ પડ્યાં હતાં ભાગલાં.

 ભારત-પાકિસ્તાનનાં ભાગલા દરમિયાન સૌથી પહેલો દાવો દેશના નામ પર કરવામાં આવ્યો હતો. આ નામ પર હિન્દુસ્તાને દાવો કર્યો હતો કે, 'ભારત' નામ પર અમારો જ અધિકાર રહેશે. જોકે, પાકિસ્તાની પ્રતિનિધિએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ પછીથી ભારતની દરખાસ્તને સ્વીકારી લીધી.

 ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયે, રૂપિયાને પ્રથમ વસ્તીના આધારે વહેંચવામાં આવ્યા હતા. ભારતને બેંકોમાં 82.5 ટકા અને પાકિસ્તાનને 17.5 ટકા ધન મળ્યું. ભારતને 80 ટકા જંગમ મિલકત અને પાકિસ્તાનને 20 ટકા મિલકત મળી છે.

વાઈસરોયના શાન-શોખ અને શાહી ઠાઠ અનુરૂપ તેમના હરવા-ફરવા માટે બનાવવામાં આવેલી સોનેરી અને સફેદ ટ્રેન ભારતના ભાગમાં આવી. જ્યારે ભારતીય સેનાનાં કમાન્ડર ઈન ચીફ અને પાકિસ્તાનનાં ગર્વનરની અંગત ગાડીઓ પાકિસ્તાનનાં ભાગે આવી.

ભારત-પાકિસ્તાન વચ્ચે જાહેર નાણાં, પાણી-જમીન તેમજ તમામ ઓફિસોની કોપી-બુક, ટેબલ-ખુરશીઓથી ટાઈપરાઈટર અને પેન્સિલનાં પણ ભાગલા પડ્યા.

ભારત-પાકિસ્તાનનાં ભાગલા દરમિયાન સૌથી પહેલો દાવો દેશના નામ પર કરવામાં આવ્યો હતો. આ નામ પર હિન્દુસ્તાને દાવો કર્યો હતો કે, 'ભારત' નામ પર અમારો જ અધિકાર રહેશે. જોકે, પાકિસ્તાની પ્રતિનિધિએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ પછીથી ભારતની દરખાસ્તને સ્વીકારી લીધી.

ભારત-પાકિસ્તાનનાં ભાગલા વખતે એવી એક વસ્તુ હતી, જે અંગે ક્યારેય કોઈ વિવાદ થયો ન હતો. અને તે વસ્તુ હતી દારૂ. દારૂનો આખો કારોબાર ભારતના ભાગમાં આવ્યો. મુસ્લિમ દેશ પાકિસ્તાને ક્યારય પણ દારૂની માગ કરી ન હતી.

ભારતમાં સ્થિત 'રાષ્ટ્રીય પુસ્તકાલય'ના પુસ્તકોના પણ ભાગલા પાડવામાં આવ્યા. આ દરમિયાન, લાઈબ્રેરીનો એક શબ્દકોશ પણ ફાડીને બંને દેશ વચ્ચે વહેંચવામાં આવ્યો. આ સિવાય 'એનસાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા'ને પણ અડધા-અડધા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું.

ભારત અને પાકિસ્તાનનાં ભાગલા વખતે રસ્તા અને રેલ જે ક્ષેત્રમાં આવતી હતી તેના પણ ભાગલા પાડવામાં આવ્યા. રેલના કોચ, એન્જિન, બુલડોઝર અને ટ્રક વગેરેના ભાગલા પડ્યા.

3 જૂન 1947ના રોજ નિર્ણય લેવામાં આવ્યો કે ભારતના ભાગલા પડશે અને નવા દેશ પાકિસ્તાનની રચના થશે. આ વિભાજન એટલું સરળ ન હતું, કારણકે ઘણી બધી વસ્તુઓના ભાગલા પડવાના હતા અને દિવસ માત્ર 73 હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન, જન-ધન, જળ-જમીનની સાથે સાથે ઘણી એવી મિલકતોનાં પણ ભાગલા પડ્યા, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ભાગલાને કારણે 1 કરોડ લોકોને વિસ્થાપિત થવું પડ્યું. વિશ્વના ઈતિહાસમાં આજે પણ આ સૌથી મોટું વિસ્થાપન છે. ચાલો તમને જણાવીએ કે, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે કઈ કઈ વસ્તુઓ વહેંચવામાં આવી હતી, જેના વિશે તમે નથી જાણતા...

આઝાદી પછી ભારતમાં રહી ગયેલી બ્રિટિશ વાઈસરોયની બગ્ગીના ભાગલા સિક્કા ઉછાળીને કરવામાં આવ્યા. આ દરમિયાન ભારતને 6 અને પાકિસ્તાનને 6 બગ્ગી મળી. ટોસ જીતવા પર ભારતને સોનેરી બગ્ગી મળી. આ બગ્ગીને અડધી સોનાથી અને અડધી ચાંદીથી મઢવામાં આવી હતી.

ભારતીય સેનાનાં ભાગલા પાડવાનું કામ સૌથી દુઃખદ હતુ. 25 લાખની સંખ્યાવાળી સેનાનાં ભાગલા પાડવા માટે બધા ફૌજીને એક ફોર્મ આપવામાં આવ્યું. આ દરમિયાન હિન્દુ અને શીખ સૈનિકોએ ભારતમાં આવવાનું વધુ પસંદ કર્યુ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link